News Continuous Bureau | Mumbai
Astha Train: ગુજરાતના સુરત ( Surat ) થી અયોધ્યા ( Ayodhya ) જતી વિશેષ ‘આસ્થા એક્સપ્રેસ’ ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં ટ્રેનના અનેક કાચ તૂટી ગયા હતા અને મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. પથ્થરમારાની આ ઘટના નંદુરબાર સ્ટેશન પર બની હતી. આ ઘટનાથી ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો.
BREAKING: Heavy stones were pelted at the Aastha Special train bound for Ayodhya, carrying Shri Ram devotees near Nandurbar, Maharashtra
The train had departed from Surat, & as soon as it reached Nandurbar, heavy stone pelting began. Some windows broke, and stones even entered… pic.twitter.com/kcMf2I2eUV
— Ashwini Shrivastava (@AshwiniSahaya) February 12, 2024
મુસાફરો ડરી ગયા
પ્રાપ્ત જાણકારી મુજબ આ ટ્રેન સુરત થી ગઈકાલે ( રવિવારે) રાત્રે આઠ વાગ્યે અયોધ્યા માટે રવાના થઈ હતી. જેવી આ ટ્રેન નંદુરબાર પહોંચી કે રાત્રે લગભગ 11 વાગ્યાની આસપાસ અચાનક ટ્રેન પર પથ્થરમારો શરૂ થઈ ગયો. જેના કારણે ટ્રેનમાં સવાર મુસાફરો ડરી ગયા હતા અને ટ્રેનની બારી અને દરવાજા બંધ કરવા લાગ્યા હતા. આમ છતાં ડઝનબંધ પથ્થરો ટ્રેનની અંદર પહોંચી ગયા. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી.
ટ્રેનમાં કુલ 1340 મુસાફરો હતા
માહિતી મળતાં જ જીઆરપી અને આરપીએફ ઘટનાસ્થળે પહોંચી હતી અને પ્રાથમિક તપાસ બાદ ટ્રેનને રવાના કરી હતી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. જીઆરપી અનુસાર, આસ્થા સ્પેશિયલ ટ્રેન રવિવારે રાત્રે 8 વાગ્યે સુરતથી અયોધ્યા માટે રવાના થઈ હતી. આ ટ્રેનમાં કુલ 1340 મુસાફરો હતા. ટ્રેનમાં સવાર મુસાફરો ભોજન ખાઈને અને ભજન ગાઈને સૂઈ જવાની તૈયારી કરી રહ્યા હતા. ત્યાં સુધીમાં રાતના 11 વાગી ગયા હતા અને ટ્રેન નંદુરબાર પહોંચી હતી. ટ્રેન અહીં રોકાતા જ અચાનક પથ્થરમારો શરૂ થઈ ગયો.
આ સમાચાર પણ વાંચો : Gujarat : આજે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના અધ્યક્ષસ્થાને યોજાશે SVNITનો ૨૦મો ‘પદવીદાન સમારોહ‘
અનેક બાજુથી પથ્થરો ફેંકવામાં આવી રહ્યા હતા
મુસાફરોના જણાવ્યા અનુસાર ઘણી બાજુથી પથ્થરો ફેંકવામાં આવી રહ્યા હતા. એવી આશંકા છે કે પથ્થરબાજો માત્ર એક જ વ્યક્તિ નહીં પરંતુ અનેક લોકો હતા. સદનસીબે આ પથ્થરોથી કોઈને ઈજા થઈ ન હતી. માહિતી મળતાં જ જીઆરપી અને આરપીએફની ટુકડી પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને થોડીવાર તપાસ કર્યા બાદ ટ્રેનને રવાના કરી હતી.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)