મુંબઈના I.I.T. ગ્રેજ્યુએટ વ્યક્તિએ ગોરખપુર મંદિર પર  હંગામો કર્યો. આબાદ પકડાયો, જાણો વિગતો.

by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

નવરાત્રી દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જે મઠથી સંકળાયેલા છે તે ગોરખપુર મઠ પર ભારે ભીડ જામતી હોય છે. આવા સમયે અહીં મુંબઈમાં  I.I.T.નો અભ્યાસ કરી ચુકેલા એવા એક વ્યક્તિએ  દહેશતનું વાતાવરણ ફેલાવી દીધું હતું. વાત એમ બની કે અહમદ મુર્તુઝા અબ્બાસ નામનો વ્યક્તિ હાથમાં દાતરડું લઇને અલ્લાહુ અકબરના નારા લગાડી મંદિરમાં ઘૂસવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. આ સમયે લોકોએ તેના પર પથ્થરમારો કર્યો હતો અને ત્યારબાદ તેને પકડી લેવાયો હતો. તેણે કરેલા આ હંગામાને એક પોલીસ વ્યક્તિ ઈજા પામી છે જ્યારે કે અન્ય બે વ્યક્તિઓને પણ ઈજા પહોંચી છે. હાલ આ વ્યક્તિને ઝડપી લેવાયો છે અને કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં પાઠવી દીધો છે. આ સમગ્ર ઘટનાને કારણે આખા વિસ્તારમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઘાયલ પોલીસ કર્મીઓની તબિયત સંદર્ભે પૂછા કરવા હોસ્પિટલ પહોંચી ગયા હતા.  તેમજ તેમણે ઘાયલ વ્યક્તિઓને પાંચ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. મીડિયા રિપોર્ટમાં જણાવાયું છે કે જે વ્યક્તિ ગોરખપુર મંદિરમાં ઘૂસવાનો પ્રયત્ન કરી રહ્યો હતો તે હાલ માનસિક રીતે અસ્થિર છે.

આ સમાચાર પણ વાંચો :  સરકારની ચૂંટણી લક્ષી યોજનાઓથી બચીને રહેજો. નહીં તો રાજ્યને શ્રીલંકાની માફક કંગાળ થતા કોઈ નહી રોકી શકે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્પષ્ટ વાત. પણ તેઓએ આવું શા માટે કહ્યું? જાણો અહીં.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment