Site icon

રાજ ઠાકરેની જાહેરાત પછી મુસલમાનોનું મૌન.  આ નેતાએ કહ્યું કે રાજ ઠાકરેએ શાસનને પડકાર ફેંક્યો છે મુસલમાનોને નહીં… અમે કશું જ નહીં બોલીએ…

 News Continuous Bureau | Mumbai

 મહારાષ્ટ્રના રાજકારણમાં(Maharashtra Politics) એક નવો વળાંક આવ્યો છે. સાંસદ સભ્ય ઈમ્તિયાઝ જલીલ(MP Imtiaz Jaleel) કે જે એમઆઈએમના(AIMIM) નેતા પણ છે તેમણે નિવેદન આપ્યું છે કે રાજ ઠાકરેની રણનીતિ ઉપર કોઈપણ મુસલમાન પોતાની પ્રતિક્રિયા નહીં આપે. પોતાની વાતને આગળ ધપાવતા તેમણે કહ્યું હતું કે રાજ ઠાકરેએ(Raj thackeray) રાજ્યશાસન ને પડકાર ફેંક્યો છે.  તેમણે મુસલમાનોને પડકાર ફેંક્યો નથી. આ આખો મુદ્દો કાયદા અને વ્યવસ્થા સાથે જોડાયેલો છે નહીં કે મુસ્લિમ કોમ્યુનીટી(Muslim community) સાથે. આમ રાજ ઠાકરેના નિવેદન પછી મુસલમાનોએ કોઈપણ જાતનું નિવેદન આપ્યું નથી. માત્ર ઈમ્તિયાઝ નહીં પરંતુ અન્ય મુસ્લિમ નેતાઓ પણ આ વિષય સંદર્ભે એકદમ ચૂપ છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  બાળાસાહેબ ભોળા હતા એટલું નક્કી…. પણ કપટી અને પીઠમાં ખંજર ભોંકનાર તો નહોતા જ. ભાજપનો ઉદ્ધવ ઠાકરેને પ્રત્યુતર…..

 હવે જોવાનું એ રહેશે કે જ્યારે રાજ ઠાકરેનું આંદોલન(Protest) રસ્તા પર ઉતરી આવે છે ત્યારે મહારાષ્ટ્રની મુસ્લિમ કમ્યુનિટી તે સંદર્ભે શું વલણ અપનાવે છે.

Flight Fare Hike:સામાન બાંધતા પહેલા ચેતજો! એરલાઈન્સ કંપનીઓ વધારશે ટિકિટના ભાવ; મધ્ય પૂર્વના તણાવ વચ્ચે વિમાની મુસાફરીમાં મોટો ભાવવધારો.
LPG Crisis Eases in India:યુદ્ધ વચ્ચે ભારતની મોટી જીત! ગેસ બુકિંગમાં ૩૫% નો ઘટાડો અને ઉત્પાદન આસમાને; જાણો કેવી રીતે સામાન્ય થઈ રહી છે સ્થિતિ.
Maharashtra Weather Alert:મહારાષ્ટ્ર પર ફરી આકાશી આફત! આગામી ૪૮ કલાક ભારે; ૫ જિલ્લામાં તોફાની પવન સાથે વરસાદની યલો એલર્ટ.
Sion Panvel Highway Expansion:પૂર્વ મુંબઈના મુસાફરો માટે ખુશખબર! શીવ-પનવેલ હાઈવે પર ફ્લાયઓવરના વિસ્તરણથી ટ્રાફિકની સમસ્યા હલ; જાણો શું છે સરકારનો પ્લાન
Exit mobile version