News Continuous Bureau | Mumbai
રાહદારીઓ આરામથી રોડ ક્રોસ(Road cross) કરી શકે તે માટે રસ્તાઓ પર ફૂટ ઓવરબ્રિજ (foot overbridge)બનાવવામાં આવ્યા છે. રોડ પર ફૂટ ઓવરબ્રિજ બન્યા બાદ લોકોને વાહનો(Vehicle) વચ્ચે રસ્તો ઓળંગવામાંથી છુટકારો મળે છે. તે સામાન્ય રીતે વ્યસ્ત રસ્તાઓ પર બાંધવામાં આવે છે. આનાથી રાહદારીઓને આરામ મળે છે, પરંતુ મહારાષ્ટ્રના પાલઘરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.
Is this for real pic.twitter.com/0CGmUwBbZK
— Richa Pinto (@richapintoi) August 19, 2022
પ્રાપ્ત જાણકારી મુજબ, વ્યસ્ત મુંબઈ-અમદાવાદ હાઈવે(Mumbai-Ahmedabad Highway) પર યુટર્ન (U-Turn) લેવા માટે એક વ્યક્તિ તેની ઓટો રિક્ષા(Auto Rikshaw) સાથે ફૂટ ઓવરબ્રિજ પર ચડી ગયો હતો. ફૂટ ઓવરબ્રિજ પરથી ઓટો રિક્ષાને જતી જોઈને ત્યાં હાજર લોકોએ આ ઘટનાનો વીડિયો(Video) બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ઓટો ડ્રાઈવર(Auto driver) કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર ફૂટ ઓવરબ્રિજ પર ચઢી જાય છે અને હાઈવે ક્રોસ કરે છે. હવે આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. આ ઓટો ડ્રાઈવરના વીડિયો પર સોશિયલ મીડિયા યુઝર્સ ફની કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈ આતંકી હુમલાની જેમ સોમાલિયાની રાજધાનીમાં મોટો આતંકી હુમલો- 10થી વધુના મૃત્યુ, આ જૂથે સ્વીકારી હુમલાની જવાબદારી
હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસ (Police) ડ્રાઈવરને પકડવાનો પ્રયાસ કરી રહી છે.