News Continuous Bureau | Mumbai
Ayodhya : આગામી ૨૨ મી જાન્યુઆરી, ૨૦૨૪ ના રોજ, શ્રી રામલલ્લા અયોધ્યા ( Ayodhya ) માં શ્રી રામ જન્મભૂમિ ખાતે બનેલા ભવ્ય મંદિરમાં બિરાજશે. આ કાર્યક્રમ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ( PM Modi ) ની મુખ્ય હાજરીમાં યોજાશે. પ્રત્યેક ભારતીયની આસ્થાના પ્રતિક સમાન ભગવાન શ્રી રામનાં મંદિરનાં ઉદ્ઘાટન પ્રસંગે મહારાષ્ટ્રમાં સરકારે ( Maharashtra govt ) જાહેર રજા ( Public Holiday ) ની ઘોષણા કરવી જોઇઅ અવી માંગ ઉઠી છે. રાજ્યના કેબિનેટ પ્રધાન અને મુંબઈ ઉપનગરના પાલક પ્રધાન મંગલ પ્રભાત લોઢા ( Mangal Prabhat Lodha ) એ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને એક પત્રમાં મહારાષ્ટ્રમાં આ દિવસે રજા જાહેર કરવા વિનંતી કરી છે.
આ સમાચાર પણ વાંચો : Surat: સુરતમાં તા.૪ થી ૧૦ જાન્યુઆરી દરમિયાન કેન્દ્રીય યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય દ્વારા ૧૫ મો આદિવાસી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ યોજાશે
શ્રી રામ એકમાત્ર ભારતની મૂર્તિ છે. અયોધ્યાનું મંદિર માત્ર મંદિર નથી પરંતુ રાષ્ટ્રીય મંદિર છે. તેથી મંત્રી લોઢાએ પત્રમાં વિનંતી કરી છે કે ૨૨ મી જાન્યુઆરીએ અયોધ્યા શહેરમાં રામ લલ્લાના પ્રતિષ્ઠા પ્રસંગે મહારાષ્ટ્રમાં જાહેર રજા હોવી જોઈએ, જે સમગ્ર હિન્દુ સમુદાયની માંગ છે. સમગ્ર રાજ્યમાં દીપોત્સવ ઉજવવા સૂચના આપીને જાહેર દીપોત્સવ ( Deepotsav ) ની પરવાનગી આપવા પણ વિનંતી કરી છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.