News Continuous Bureau | Mumbai
Ayodhya Ram Mandir: અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરીએ થવા જઈ રહ્યું છે. અયોધ્યામાં બની રહેલા રામ મંદિરે ધાર્મિક પ્રવાસનને ( Religious tourism ) નવી ઊંચાઈઓ આપી છે. ધાર્મિક સ્થળોની મુલાકાત લેવા ઈચ્છુક લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. ઓનલાઈન ટ્રાવેલ પ્લેટફોર્મ MakeMyTrip અનુસાર, છેલ્લા બે વર્ષમાં ધાર્મિક સ્થળો વિશે સર્ચ કરનારા લોકોની સંખ્યામાં લગભગ 97 ટકાનો વધારો થયો છે. 2021 અને 2023 વચ્ચે લોકો યાત્રાઓ માટે ધાર્મિક સ્થળોને ( religious places ) પ્રાધાન્ય આપી રહ્યા છે. આમાં આકર્ષણનું કેન્દ્ર ( center of attraction ) બન્યા છે અયોધ્યા અને ત્યાં બની રહેલું રામ મંદિર છે.
Interest in spiritual tourism in India is seeing a massive boost. Here’s a look at some exciting statistics. #SpiritualTourismOnTheRise pic.twitter.com/P7mhF30XEy
— MakeMyTrip (@makemytrip) January 12, 2024
ઓનલાઈન ટ્રાવેલ કંપની ( Travel company ) મેક માય ટ્રિપના ડેટા અનુસાર, હાલમાં લોકો અયોધ્યા વિશે સૌથી વધુ સર્ચ કરી રહ્યા છે. આ આંકડો 585 ટકા વધ્યો છે. કંપનીના ઓનલાઈન પ્લેટફોર્મ પરથી એકત્રિત કરવામાં આવેલ ડેટા દર્શાવે છે કે ધાર્મિક યાત્રાઓ કરવા માટે લોકોની રુચિ ઝડપથી વધી રહી છે. છેલ્લા બે વર્ષમાં લોકોની પ્રાથમિકતાઓ ઝડપથી બદલાઈ છે.
ઉદ્ઘાટનના દિવસે લગભગ 11 હજાર મહાનુભાવો અયોધ્યા પહોંચશે…
એક અહેવાલ અનુસાર, અયોધ્યા સિવાય, વર્ષ 2021 અને 2023 વચ્ચે, લોકોએ ઉજ્જૈન (359 ટકા), બદ્રીનાથ (343 ટકા), અમરનાથ (329 ટકા), કેદારનાથ (322 ટકા), મથુરામાં (223 ટકા), દ્વારકાધીશ (193 ટકા) ), શિરડી (181 ટકા), હરિદ્વાર (117 ટકા) અને બોધ ગયા (114 ટકા) વગેરે સ્થળોને સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : Ram Mandir: અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના સમર્થનમાં આવ્યા હવે આ મઠના શંકરાચાર્ય.. રામ મંદિરને લઈને કરશે આટલા દિવસનો વિશેષ યજ્ઞ..
મેક માય ટ્રિપ અનુસાર, અયોધ્યામાં રામ મંદિર બનાવવાના નિર્ણય બાદ આ સ્થળ વિશે જાણવા માંગતા લોકોની સંખ્યા આસમાને પહોંચી ગઈ છે. જેમ જેમ રામ મંદિરના ઉદ્ઘાટનની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ અયોધ્યા વિશે સર્ચ કરનારા લોકોની સંખ્યામાં 1806 ટકાનો વધારો થયો છે. અયોધ્યા વિશે સૌથી વધુ સર્ચ 30 ડિસેમ્બરે કરવામાં આવ્યું હતું. આ દિવસે અયોધ્યા એરપોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યાના નવીનીકરણ કરાયેલા રેલવે સ્ટેશનથી બે નવી અમૃત ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી હતી.
અયોધ્યાના રામ મંદિરની ગુંજ હવે વિદેશમાં પણ પહોંચી ગઈ છે. અયોધ્યાને લઈને ભારતની સરહદોની બહારથી પણ સર્ચ કરવામાં આવી રહ્યું છે. કંપનીના જણાવ્યા અનુસાર 22.5 ટકા સર્ચ અમેરિકામાંથી અને 22.2 ટકા ગલ્ફ દેશોમાંથી કરવામાં આવ્યું હતું. આ સિવાય કેનેડા, નેપાળ અને ઓસ્ટ્રેલિયાના લોકો પણ અયોધ્યા અને રામ મંદિર વિશે જાણવા માંગે છે . એવું માનવામાં આવે છે કે ઉદ્ઘાટનના દિવસે લગભગ 11 હજાર મહાનુભાવો અયોધ્યા પહોંચશે.