Site icon

યુપીમાં આ બેંકનું વિચિત્ર ફરમાન-હાફ પેન્ટ પહેરીને આવશો તો નહીં મળે પ્રવેશ- જાણો શું કારણ

News Continuous Bureau | Mumbai

હંમેશા એવું કહેવામાં  આવે છે કે મહિલાઓ ટૂંકા વસ્ત્રો(short dresses) પહેરે તો પુરૂષોનું ધ્યાન(Men's attention) ભટકે છે. મહિલાઓએ કોલેજમાં, ઓફિસમાં કે જાહેર સ્થળો પર ટૂંકા વસ્ત્રો ન પહેરવા તેવા ફરમાનો તો ઘણીવાર જાહેર થયા છે. પરંતુ ઉત્તરપ્રદેશના(Uttar Pradesh) બાગપતમાં(Bagpat) એક અનોખો મામલો સામે આવ્યો છે. અહીંની કેનરા બેન્કના(Canara Bank) મેનેજર અર્ચના કુમારીએ(Archana Kumari) એક ગાઇડલાઇન જાહેર કરી છે. તેમણે ગાઇડલાઇનમાં કહ્યું છે કોઈ ગ્રાહક હાફ પેન્ટ(Half pants) પહેરીને બ્રાન્ચમાં આવે નહીં, કારણ કે તેનાથી મહિલા કર્મચારીઓનું ધ્યાન(Employee attention) ભટકે છે. હાલ તો આ બેન્કનો આદેશ(Bank order) ચર્ચાનો વિષય બન્યો છે.   રમાલા કિશનપુર બરાલમાં(Kishanpur Baral) કેનરા બેન્કની શાખા પર એક નોટિસ લગાવવામાં આવી છે. આ નોટિસ પર લખેલું છે કે બેન્કમાં કોઈ હાફ પેન્ટ પહેરીને આવે નહીં. તો બેન્કમાં તૈનાત સુરક્ષાકર્મીઓને પણ નિર્દેશ આપવામાં આવ્યો છે કે કોઈ પુરૂષ ગ્રાહક શોર્ટ્‌સ પહેરી બેન્કમાં આવે છે તો તેને પરત મોકલી દેવામાં આવે.  

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : નવા-જુનીના એંધાણ- પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પીએમ મોદી સાથે કરી મુલાકાત- આ મહત્વના મુદ્દાઓ પર કરી ચર્ચા

બેન્કના બ્રાન્ચ મેનેજરે(Bank Branch Manager) કહ્યું, 'અમારા ઘણા ગ્રાહક યુવા છે જે હાફ પેન્ટ પહેરીને બેન્કમાં આવે છે અને અહીં મહિલા કર્મચારીઓની ફરિયાદ છે કે હાફ પેન્ટ તેને વિચલિત કરે છે. તે અમારા કામકાજને નુકસાન પહોંચાડે છે. તેથી શાખાના કેટલાક કર્મચારીઓ જેમાં મહિલાઓ પણ સામેલ છે, તેણે મારી પાસે લેખિત ફરિયાદ નોંધાવી હતી. કર્મચારીઓની ફરિયાદ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.' તો રવિવારે આ મામલો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો હતો. કોઈ તેને બેન્કનું પ્રશંસનીય પગલું ગણાવી રહ્યાં છે તો કોઈ આ મુદ્દાનો વિરોધ કરી રહ્યાં છે.

Ahmedabad Tiruchirappalli Special Train: ચેન્નઈ એગ્મોર સ્ટેશન પર લાઇન અને પાવર બ્લોકના કારણે અમદાવાદ – તિરુચિરાપલ્લી સ્પેશિયલ પરિવર્તિત માર્ગેથી ચાલશે.
Ahmedabad Saharsa Express: અમદાવાદ-બરૌની એક્સપ્રેસનું સહરસા સુધી વિસ્તરણ
Maharashtra heavy rain: પિતૃપક્ષમાં મુશળધાર વરસાદનું સંકટ, 4 જિલ્લા માટે રેડ એલર્ટ
Gujarat Maternal Mortality Rate: સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (SRS) મુજબ રાજ્યમાં માતા મૃત્યુદર વર્ષ ૨૦૨૩માં પ્રતિ એક લાખ જીવિત જન્મે ૫૧ થયો
Exit mobile version