ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 14 ડિસેમ્બર 2021
મંગળવાર.
સુરત શહેરમાં રિંગ રોડ પરિસરમાં એક હોટલમાં પાકિસ્તાની ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવું હોટલને ભારે પડયુ હતું. બજરંગ દળના કાર્યકર્તાઓ હોટલમાં પહોચીને આયોજકોને બરોબરનો પાઠ ભણાવ્યો હતો.
આ હોટલમાં પાકિસ્તાની ફૂડ ફેસ્ટિવલનું આયોજન કર્યું હોવાની જાણ થતા બજરંગ દળ ત્યાં પહોંચી ગયું હતું અને ત્યાં લાગેલા પાકિસ્તાની ફૂડ ફેસ્ટિવલના બેનર ઉતારી દીધા હતા. જય શ્રી રામના નારા પોકાર્યા બાદ કાર્યકર્તાઓએ હોટલ પર લાગેલા બેનર ઉતારીને તેને બાળી મૂકયા હતા.
બજરંગ દળે આ આયોજન સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમના વિરોધ બાદ હોટલેના માલિકે આ ફેસ્ટિવલનું આયોજન રદ કરવાની જાહેરાત કરી હતી અને પોતાની ભૂલનો સ્વીકાર કર્યો હતો. તેમ જ ભવિષ્યમાં પાકિસ્તાનનું નામ નહીં વાપરવાની જાહેરાત કરી હતી.