ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,26 જાન્યુઆરી 2022
બુધવાર.
મહારાષ્ટ્ર હાલ કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરી રહ્યો છે. ત્યારે પહેલી બે લહેરની સરખામણીમાં કોરોનાની ત્રીજી લહેરમાં હોસ્પિટલમાં 90 થી 95 ટકા બેડ હાલમાં ખાલી હોવાનું રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ જલનામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે કહ્યું હતું.
આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ કહ્યું, "રાજ્યમાં ત્રીજી લહેર દરમિયાન શહેરની સરખામણીમાં ગ્રામીણ વિસ્તારોમાં કોરોના દર્દીઓની સંખ્યા વધી રહી છે. તેથી લોકોએ વધુ કાળજી લેવાની આવશ્યકતા છે.
આ દરમિયાન રાજેશ ટોપેએ કહ્યું, "ટાસ્ક ફોર્સ અને કેન્દ્ર સરકારે યુકે અને ફ્રાન્સ પાસેથી શીખવું જોઈએ અને પ્રતિબંધો હળવા કરવામાં ભૂમિકા ભજવવી જોઈએ."
"બ્રિટન અને ફ્રાન્સના વડા પ્રધાનોએ સંસદમાં કહ્યું છે કે આપણે હવે કોરોના સાથે જીવવાનું છે. તે મુજબ તે દેશોએ નિયંત્રણો હળવા કરી નાખ્યા છે. તેથી કેન્દ્ર સરકારે અને ટાસ્ક ફોર્સે તેમની પાસેથી બોધપાઠ લેવાની જરૂર છે. મહારાષ્ટ્ર સરકાર હવે કેન્દ્રની ભૂમિકાની રાહ જોઈ રહી છે.