ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
20 ઓગસ્ટ 2020
મુંબઈના લોકો માટે બેસ્ટ 3500ને બદલે 6000 જેટલી બસ રસ્તા પર દોડાવશે. જેમ જેમ મહારાષ્ટ્રમાં અને મુંબઈમાં લોકડાઉન ખુલી રહ્યું છે તેમ તેમ મુસાફરોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. લોકોની જરૂરિયાતને પહોંચી વળવા 6000 જેટલી બસની સગવડ બેસ્ટ દ્વારા કરાઈ છે.. બેસ્ટ ના મેનેજરના જણાવ્યા મુજબ 'બસ ક્યાંથી આવે છે એનો પ્રશ્ન નથી, ચિંતા એ વાતની છે કે પ્રવાસીઓ માટે બસની પુરતી સંખ્યા હોય'..
હવે બસોમાં પણ પ્રાઇવેટ પાર્ટિસિપન્ટ્સના આવવાથી બેસ્ટ ને થોડી રાહત થશે પહેલા. તબક્કામાં 6000 બસ જયારે બીજા તબક્કામાં 10000 બસ દોડાવાશે.. બેસતના અધિકારીના જણાવ્યા મુજબ, દર એક લાખ મુસાફર સામે 50 બસ ની ગણતરી રાખવામાં આવી છે. આમ છતાં મુંબઈ લંડન ના લક્ષ કરતાં ઘણું દુર છે. લન્ડનમાં બસની સંખ્યા ઘણી વધુ છે..
બેસ્ટ પ્રશાસન લોકડાઉન બાદ સામાજિક અંતર ને પહોંચી વળવા માટે અલગ-અલગ પ્રકારના મોડલ અમલમાં મૂકી રહ્યું છે. આશા છે કે બીજા તબક્કામાં પ્રાઈવેટ કંપનીઓની બસને ફાયદો થશે. જેને કારણે કોસ્ટમાં ઘટાડો થશે. બેસ્ટ પ્રશાસને કોરોનાના દિવસોમાં મિનિબસ પણ દોડાવી હતી. જેને લોકોનો સારો આવકાર મળ્યો હતો. પાછલા દિવસોમાં મુસાફરોની સંખ્યા 20 લાખથી વધીને 30 લાખ થઈ ગઈ છે.. નોંધનીય છે કે બેસ્ટ દ્વારા કોરોના પહેલા ટિકિટ ના ભાવો ઘટાડયા હતા. જેનો પ્રવાસીઓને તો લાભ મળી રહ્યો છે પરંતુ, બેસ્ટને ટકી રહેવામાં તકલીફ પડી રહી છે એમ પણ બેસ્ટ પ્રશાસન દ્વારા કહેવામાં આવ્યું છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com