News Continuous Bureau | Mumbai
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન(Chief Minister of Punjab Bhagwant Mann) આજે ફરી એક વાર લગ્નના બંધનમાં બંધાયા છે. ચંદીગઢ(Chandigadh) ખાતે પોતાના નિવાસસ્થાને તેમણે સાદગીથી ડો.ગુરપ્રીત કૌર(Dr. Gurpreet Kaur) સાથે લગ્ન કર્યા છે.

દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ(Delhi CM Arvind Kejriwal) પોતાના પરિવાર સાથે લગ્નમાં સામેલ થયા હતા. સાથે જ તેમણે પિતા તરીકેની ફરજ નિભાવીને તમામ વિધિઓ કરી હતી.

આ સમાચાર પણ વાંચો : મુંબઈ લોકલ ટ્રેનના મુસાફરો માટે મહત્વના સમાચાર. આજે બપોરે હાર્બર રૂટ પર આ સ્ટેશન વચ્ચે છે 2 કલાકનો ઈમરજન્સી બ્લોક…

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પોતાના લગ્ન પ્રસંગે ગોલ્ડન શેરવાની અને પીળી પાઘડીમાં જોવા મળ્યા. સાથે જ તેઓ વરરાજા (groom) તરીકે ખુબ સુંદર લાગી રહ્યા છે. જ્યારે તેમની દુલ્હન(bride) ડો. ગુરપ્રીત કૌર લાલ જોડામાં મોટા સોનેરી માંગ ટીકા સાથે અનોખા અંદાજમાં જોવા મળી રહી છે.

ઉલેખનીય છે કે 32 વર્ષની ગુરપ્રીત કૌર, ભગવંત માનથી 16 વર્ષ નાની છે. બંનેની મુલાકાત ચાર વર્ષ પહેલા થઇ હતી. ભગવંત માનના આ બીજા લગ્ન છે. વર્ષ 2015માં ભગવંત માને તેમની પત્ની સાથે છુટાછેડા(Divorce) લીધા હતા. ભગવંત માનની પ્રથમ પત્ની ઇન્દરપ્રીત કૌર(Indarpreet Kaur) સાથે તેમને બે બાળકો પણ છે. જે હાલમાં ભગવંત માનની પૂર્વ પત્ની સાથે અમેરિકા(USA)માં રહે છે.
