News Continuous Bureau | Mumbai
Bharat Ratna Ratan Tata: ભારતીય ઉદ્યોગપતિ રતન ટાટાના નિધનથી સમગ્ર દેશમાં શોકની લહેર છે. તેમણે ગઈકાલે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિતના દિગ્ગજોએ રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
Bharat Ratna Ratan Tata: મહારાષ્ટ્ર સરકારે રતન ટાટાને ભારત રત્ન આપવાનો લીધો મોટો નિર્ણય
દરમિયાન મહારાષ્ટ્ર સરકારે રતન ટાટાને ભારત રત્ન આપવાનો મોટો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રની શિંદે સરકારે રતન ટાટાને ભારત રત્નથી સન્માનિત કરવાનો પ્રસ્તાવ પસાર કર્યો છે. મહારાષ્ટ્ર કેબિનેટે આજે બેઠક બોલાવી હતી. જેમાં કેન્દ્રને સ્વર્ગસ્થ રતન ટાટાને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારત રત્ન’થી સન્માનિત કરવાની વિનંતી કરતો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. હવે મહારાષ્ટ્ર સરકાર આ પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલશે.
Bharat Ratna Ratan Tata: શિંદે જૂથના નેતા રાહુલ કનાલે કરી હતી આ માંગ
આ પહેલા શિંદે જૂથના નેતા રાહુલ કનાલે આ માંગ કરી હતી. રાહુલ કનાલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે માંગ કરી હતી કે મહારાષ્ટ્ર સરકારે ભારત રત્ન માટે રતન ટાટાના નામનો પ્રસ્તાવ મૂકવો જોઈએ. આ જ તેમને સાચી શ્રદ્ધાંજલિ હશે.
Bharat Ratna Ratan Tata: મહારાષ્ટ્રમાં એક દિવસનો રાજ્ય શોક
મહત્વનું છે કે મહારાષ્ટ્ર સરકારે રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે રાજ્યમાં એક દિવસના શોકની જાહેરાત કરી હતી. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં સરકારી કાર્યાલયોમાં રાષ્ટ્રધ્વજ 10 ઓક્ટોબરે શોકના પ્રતીક તરીકે અડધી કાઠી પર લહેરાશે.
આ સમાચાર પણ વાંચો: Ratan Tata Funeral: રતન ટાટા અંતિમ સફર પર, ટૂંક સમયમાં જ થશે અંતિમ સંસ્કાર.. જુઓ વિડીયો
Bharat Ratna Ratan Tata: રતન ટાટાના અંતિમ દર્શન માટે ભીડ ઉમટી હતી
રતન ટાટાના પાર્થિવ દેહને મુંબઈના નરીમાન પોઈન્ટમાં નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટમાં રાખવામાં આવ્યો હતો. તેમના અંતિમ દર્શન માટે ભારે ભીડ જામી હતી. મોટી સંખ્યામાં લોકો શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા. તેમના નિધન પર દેશ અને દુનિયાના અનેક દિગ્ગજોએ શોક વ્યક્ત કર્યો છે. તેમને શ્રદ્ધાંજલિ આપી છે.
Bharat Ratna Ratan Tata: 86 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું
તમને જણાવી દઈએ કે રતન ટાટાનું બુધવારે રાત્રે નિધન થયું હતું. તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં 86 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. આજે તેમના અંતિમ સંસ્કાર વરલીના પારસી સ્મશાન ભૂમિમાં કરવામાં આવશે. તેમને રાજ્ય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવશે.