ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
12 ઓગસ્ટ 2020
ભીમ આર્મી અને આઝાદ સમાજ પાર્ટીના વડા ચંદ્રશેખર આઝાદે આ વર્ષે યોજાનારી બિહાર વિધાનસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. તેણે કહ્યું કે "બિહારની ચૂંટણીને ધ્યાનમાં રાખીને, અમારી પાર્ટી બિહારની તમામ બેઠકો માટે જોરદાર તૈયારી કરી રહી છે. પટનામાં પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન બોલાતા આઝાદે કહ્યું હતું કે 'તેમનો પક્ષ એવી તમામ બેઠકો પર લડશે, જયાં જ્યાં પક્ષ મજબૂત હશે.'
નીતીશ સરકારની ઝાટકણી કાઢતા તેમણે કહ્યું હતું કે 'બિહારમાં હવે જૂઠનું રાજકારણ ચાલશે નહીં. લગભગ અડધુ બિહાર હજી પૂરમાં ડૂબેલું છે અને અહીં રોજગારની મોટી સમસ્યા છે. અહીંના મોટાભાગના યુવાનો રોજગાર માટે અન્ય રાજ્યોમાં પલાયન કરી જાઇ રહ્યા છે. બિહારમાં આરોગ્ય અને શિક્ષણની સમસ્યા ખાડે ગઈ છે.'
ચંદ્રશેખર આઝાદે દાવો કર્યો હતો કે "આ ચૂંટણીમાં અમારી ભૂમિકા મહત્ત્વની બનશે. આ વખતે બિહારમાં 'ડબલ એન્જિન' સરકારને રોકવામાં આપણો પક્ષ ભીમ આર્મી સફળ થશે જ અને નીતીશ કુમાર હાર જોશે.."
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com