News Continuous Bureau | Mumbai
Bhuj railway station redevelopment *કચ્છના સાંસ્કૃતિકવારસાને પ્રતિબિંબિત કરશે નવું સ્ટેશન ભવન .*
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર અમૃત ભારત સ્ટેશન યોજના (ABSS) હેઠળ નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટનો મંજૂર ખર્ચ આશરે ₹200 કરોડ છે, જેમાંથી આશરે 75% કાર્ય અત્યાર સુધીમાં પૂર્ણ થઈ ગયું છે. સાથે જ ભુજ સ્ટેશન યાર્ડમાં બે પીટ લાઇન પણ બનાવવામાં આવી રહી છે. નવી પીટ લાઇન બનવાથી કોચિંગ ઓપરેશનો ની ક્ષમતા અને દક્ષતામાં વધારો થશે , જેનાથી રેક જાળવણી અને વધુ ટ્રેનોનું સંચાલન શક્ય બનશે.
ભુજ-નલિયા મીટર ગેજ સેક્શન (101.40 કિમી) ને બ્રોડગેજ લાઈનમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે, જેને 28 ઓક્ટોબર, 2024 ના રોજ માનનીય પ્રધાનમંત્રીજી એ રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. સાથે જ નલિયાથી જખાઉ પોર્ટ સુધીની 28.88 કિમીની નવી બ્રોડગેજ લાઇન પર પણ કાર્ય ચાલી રહ્યું છે. આનાથી રાષ્ટ્રીય રેલ નેટવર્ક સાથે કચ્છ જિલ્લાના દૂરના વિસ્તારોને સીમલેસ બ્રોડગેજ કનેક્ટિવિટી મળશે. આ રેલ લાઇન થી પોર્ટ કનેક્ટિવિટીમાં વધારો થશે અને કચ્છ જિલ્લાના પોર્ટ દ્વારા નિકાસ અને આયાતને પ્રોત્સાહન મળશે. આ ક્ષેત્રમાં સિમેન્ટ ઉદ્યોગને પણ નોંધપાત્ર ફાયદો થશે, જેનાથી મીઠું, ખનિજો અને અન્ય કાચા માલના કાર્યક્ષમ પરિવહનને સુવિધા મળશે.
ભુજ-નલિયા રેલવે લાઇનને વાયોર સુધી (26.55 કિમી) વધુ લંબાવવાનું કામ પણ પ્રગતિમાં છે. તે પૂર્ણ થયા પછી દેશની સેનાને સરહદી વિસ્તારમાં પહોંચવામાં અને માલસામાનના પરિવહનમાં સુવિધા મળશે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે 27 ઓગસ્ટ, 2025ના રોજ દેશલપાર-હાજીપીર-લુના અને વાયોર-લખપત નવી લાઇન પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. પ્રસ્તાવિત નવી રેલ લાઇન કચ્છ ક્ષેત્રના દૂરના વિસ્તારોને કનેક્ટિવિટી પૂરી પાડશે. આ ગુજરાતના હાલના રેલવે નેટવર્કમાં 145 રૂટ કિમી ઉમેરાશે .જેનો અંદાજિત ખર્ચે ₹2526 કરોડ રૂપિયા છે.
ગુજરાત રાજ્યમાં પ્રવાસનને વેગ આપવા ઉપરાંત, આ નવી રેલ લાઇન મીઠું, સિમેન્ટ, કોલસો, ક્લિંકર અને બેન્ટોનાઇટના પરિવહનને પણ મદદ કરશે . આ પ્રોજેક્ટનું વ્યૂહાત્મક મહત્વ કચ્છના રણને કનેક્ટિવિટી પુરી પાડશે. હડપ્પા સ્થળ ધોળાવીરા, કોટેશ્વર મંદિર, નારાયણ સરોવર અને લખપત કિલ્લા પણ રેલ નેટવર્ક દ્વારા આવરી લેવામાં આવશે, જેમાં 13 નવા રેલવે સ્ટેશનો જોડવામાં આવશે, જેનાથી 866 ગામડાઓ અને આશરે 16 લાખ ની વસ્તીને ફાયદો થશે. આ વિકાસાત્મક પહેલોથી આ ક્ષેત્રમાં રોજગારીની તકોમાં વધારો કરશે, જે સામાજિક અને આર્થિક પ્રગતિને વેગ આપશે.
ગુજરાતનો ગાંધીધામ વિસ્તાર પશ્ચિમ રેલવેનો સૌથી વધુ માલવાહક વિસ્તાર છે જ્યાં થી એપ્રિલ 2025 થી ઓક્ટોબર 2025 સુધીમાં ઔદ્યોગિક મીઠું 1.727 મિલિયન મેટ્રિક ટન ખાદ્ય મીઠાનું 1.119 મિલિયન મેટ્રિક ટન અને કન્ટેનર નું 10.586 મિલિયન મેટ્રિક ટન લોડ કરવામાં આવ્યું. જે એક નોંધપાત્ર સિદ્ધિ છે.

નવા ભુજ સ્ટેશનના આ પરિવર્તનથી માત્ર રેલ મુસાફરો જ નહીં પરંતુ સ્થાનિક નાગરિકો અને પ્રવાસીઓને પણ ફાયદો થશે. ભુજ સ્ટેશનને આગામી 40 થી 50 વર્ષો સુધીની કચ્છ ક્ષેત્રની મુસાફરી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પુનઃવિકાસ કરવામાં આવી રહ્યો છે.
*પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓ અને લાભો:*
• મુખ્ય સ્ટેશન ભવન: આશરે 1.37 લાખ ચો.ફુટ વિસ્તારમાં તથા દ્વિતીય પ્રવેશ ભવન 11,600 ચો.ફુટ વિસ્તારમાં બનાવવામાં આવી રહ્યું છે, જેથી મુસાફરોની અવરજવર અને સુગમતા વધશે.
• આધુનિક વેઇટિંગ એરિયા (કાંકર્સ): 8,000 ચો.ફુટ વિસ્તારમાં 450 થી વધુ મુસાફરો માટે બેઠક વ્યવસ્થા રહેશે, જેથી રાહ જોતી વખતે આરામદાયક રહેશે.
• વિશાળ કાંકર્સ (35,000 ચો.ફુટ): મુસાફરોની અવરજવર સુવિધાજનક બનાવશે અને ભીડ સંચાલનમાં સહાયરૂપ બનશે.
• સુગમ કનેક્ટિવિટી વ્યવસ્થા: સ્ટેશન પર કુલ 3 ફૂટ ઓવરબ્રિજ (FOB) બનાવવામાં આવી રહ્યા છે, જેમાંથી બે 6 મીટર પહોળા અને એક 8 મીટર પહોળો છે. આથી પ્લેટફોર્મ વચ્ચે મુસાફરોની અવરજવર વધુ સુરક્ષિત અને સરળ બનશે.
• પ્લેટફોર્મ ઉન્નતિ: આશરે 1.32 લાખ ચો.ફુટ વિસ્તાર સાથે 1.20 લાખ ચો.ફુટની છતવાળી માળખાકીય સુવિધા દરેક ઋતુમાં મુસાફરોને આરામ આપશે.
આ સમાચાર પણ વાંચો : Dharmendra Health: ૮૯ વર્ષીય અભિનેતા ધર્મેન્દ્રની તબિયત લથડી, તાત્કાલિક બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ!
• હરિત અને સ્માર્ટ અવસંરચના: 500 KWP સૌર ઊર્જા પ્લાન્ટ, વરસાદી પાણી સંચય સિસ્ટમ, 560 KLD ગંદા પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ અને 32,000 ચો.ફુટથી વધુ હરિત વિસ્તારનો વિકાસ પર્યાવરણ સંરક્ષણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
• ઉન્નત મુસાફર સુવિધાઓ: 13 લિફ્ટ, 10 એસ્કેલેટર, આધુનિક ફાયર ડિટેકશન સિસ્ટમ, 250 ટન ક્ષમતા ધરાવતી HVAC સિસ્ટમ (Heating, Ventilation and Air Conditioning), CCTV નિગરાની, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, એક્સેસ કન્ટ્રોલ, SCADA (Automatic Chemical Agent Detection and Alarm) અને Wi-Fi સુવિધાથી મુસાફરોને સુરક્ષા, આરામ અને કનેક્ટિવિટીનો સમન્વય મળશે.
• પાર્કિંગ સુવિધા: સ્ટેશનના બન્ને બાજુઓ પર 50 થી વધુ કાર, 400 થી વધુ દ્વિચક્રી વાહનો, 30 ઓટો રિક્ષા તથા 4 ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશનની સુવિધા કરવામાં આવી રહી છે, જેથી મુસાફરો અને સ્થાનિક નાગરિકોને ઉત્તમ પાર્કિંગ અનુભવ મળશે.
• પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે પ્રતિબદ્ધતા: હરિત ભવન પ્રમાણપત્ર મેળવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે અને પરિસરમાં વૃક્ષારોપણ તથા છોડારોપણ દ્વારા સ્વચ્છ અને હરિત વાતાવરણ સુનિશ્ચિત કરવામાં આવશે.
• નવા સ્ટેશન ભવનનું કાર્ય એપ્રિલ 2026 સુધી પૂર્ણ થઈ જશે.
*********
Join Our WhatsApp Community