ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
05 ઓગસ્ટ 2020
રામ મંદિર મુદ્દે સુપ્રીમના ચુકાદા બાદ અને આજે રામ મંદિર નિર્માણના ભુમિ પૂજન બાદ ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી અને કાયદામંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની એક પ્રતિજ્ઞા પૂર્ણ થઈ છે..
30 વર્ષ અગાઉ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મીઠાઈ નહીં ખાવાની પ્રતિજ્ઞા લીધી હતી. ત્યારબાદ આજે તેમનું એક નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, રામ મંદિર માટે મેં મારા પિતાજીના શ્રાદ્ધમાં પણ ખાધું નથી.
"વર્ષ 1990થી મેં મીઠાઈ ન ખાવાની બાધા લીધી હતી..કે જયાં સુધી રામ મંદિર નું નિર્માણ નહીં થાય હું મીઠાઈ ખાઈશ નહીં."
દરમ્યાન, આજ રોજ ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ, 'લાખો રામ ભક્તોની રામ મંદિરની પ્રતિજ્ઞા પૂર્ણ થતા મોઢું મીઠુ કર્યુ હતું.'
આજથી 30 વર્ષ પહેલાનો એ દિવસ યાદ કરતાં શિક્ષણપ્રધાને કહ્યું કે, "લાલકૃષ્ણ અડવાણીજી ની સોમનાથ થી નિકળેલી યાત્રા સમયે ભાણામાં રહેલી મિઠાઇ મૈ ના ખાધી અને એ વખતે મેં સંકલ્પ લીધો હતો." તેમણે ઉમેર્યું કે "મને જ્યારે મીઠાઈ ખાવાની ઈચ્છા થાય તો અતિ પ્રિય મિઠાઈ ઓફિસમાં આવતા લોકોને ખવડાવી સંતોષ મેળવતો હતો. અયોધ્યા મુદ્દે બંને કોર્ટના ચુકાદા બાદ કરોડો લોકોની આસ્થા હતી કે અયોધ્યામાં રામમંદિર બનશે, જે આજે સફળ થઈ છે."
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ..
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com