News Continuous Bureau | Mumbai
CBI Raid: નાગપુર-ભોપાલમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન ( CBI )એ મોટી કાર્યવાહી કરી છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના 2 અધિકારીઓ અને ખાનગી કંપનીના 2 ડાયરેક્ટર સહિત 6 આરોપીઓની રૂ.20 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા છે. તેમજ અધિકારીઓના ઘરેથી CBI લાંચની રકમ સહિત કુલ રુ. 1.5 કરોડ રૂપિયા ઝડપાયા છે.
NHAI અધિકારીઓ પર પેન્ડિંગ બિલ ક્લિયર કરવા અને રોડ પ્રોજેક્ટ્સ માટે કમ્પ્લિશન સર્ટિફિકેટ આપવા સહિતના પેન્ડિંગ કેસ ક્લિયર કરવા માટે કામના બદલામાં લાંચ લેવાનો આરોપ છે. બંને આરોપીઓ સરકારી અધિકારી છે અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં વરિષ્ઠ હોદ્દા ધરાવે છે. આરોપીઓમાંથી એક નાગપુરનો ( Nagpur ) પ્રોજેક્ટ ડાયરેક્ટર છે, જ્યારે અન્ય આરોપી NHAI, હરદા, મધ્યપ્રદેશનો ડેપ્યુટી જનરલ મેનેજર છે. ભોપાલની ( Bhopal ) એક ખાનગી કંપનીના બે ડિરેક્ટર અને બે કર્મચારીઓ પર પણ લાંચ લેવાનો આરોપ છે.
આ અંગે સીબીઆઈએ NHAI, ખાનગી કંપની અને તેના કર્મચારીઓ સામે કેસ નોંધ્યો છે કે, તેઓ તેમના કર્મચારીઓ દ્વારા NHAI અધિકારીઓને બાકી રહેલા બિલોની પ્રક્રિયા કરવા, પૂર્ણતા પ્રમાણપત્રો જારી કરવા, આપેલા કામોની પ્રગતિના બદલામાં લાંચ ( bribery ) આપતા હતા.
દિલ્હી સીબીઆઈની ( Delhi CBI ) ટીમ બે દિવસથી નાગપુરમાં છટકું ગોઠવી કાર્યવાહી કરી હતી..
પ્રોજેક્ટ મેનેજર ખાનગી કંપની પાસેથી લાંચ લીધી હોવાનું સામે આવ્યું હતું. દિલ્હી સીબીઆઈની ટીમ બે દિવસથી નાગપુરમાં છટકું ગોઠવી રહી હતી. સીબીઆઈએ રવિવારે તક મળતા જ પ્રોજેક્ટ મેનેજરની ધરપકડ કરી હતી. પ્રોજેક્ટ મેનેજર નાગપુર ડિવિઝનમાં ચાલી રહેલા ઘણા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ માટે જવાબદાર હતો. તેમાંથી એક પ્રોજેક્ટ ભોપાલના એક કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યો હતો. દિલ્હી સીબીઆઈને ફરિયાદ મળી હતી કે પ્રોજેક્ટ મેનેજર પોતાના પદનો દુરુપયોગ કરી કોન્ટ્રાક્ટરને ફાયદો પહોંચાડી રહ્યો છે. આ ફરિયાદના આધારે દિલ્હી શાખાની એક ટીમ નાગપુર પહોંચી હતી.
આ સમાચાર પણ વાંચો : Varanasi : વારાણસીથી ચૂંટણી લડી શકે છે સત્યપાલ મલિક, કોંગ્રેસની કેન્દ્રીય કમીટીને ફીડબેકમાં સૂચન મળ્યું.
નાગપુર શાખાના અધિકારીઓની મદદથી નરેન્દ્રનગરમાં પ્રોજેકટ મેનેજરના ઘરની બહાર જાળ બિછાવી હતી. રવિવારે બપોરે કોન્ટ્રાક્ટર આરોપી પ્રોજેક્ટ મેનેજરના ઘરે આવ્યો હતો. તેણે આરોપી પ્રોજેક્ટ મેનેજરને 20 લાખ રૂપિયાની લાંચ આપી હતી. દરમિયાન સીબીઆઈની ટીમે દરોડો પાડ્યો હતો. કોન્ટ્રાક્ટરે ચૂકવેલા રૂ.20 લાખ કબજે કર્યા બાદ પ્રોજેક્ટ મેનેજરના ઘરની તલાશી લેવામાં આવી હતી. આ સર્ચમાં લાંચની રકમ સહિત કુલ 45 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. કેટલાક સોનાના દાગીના અને મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા હતા.
CBIની વિવિધ ટીમોએ NHAIની બે ઓફિસો સાથે ભોપાલમાં કોન્ટ્રાક્ટરની ઓફિસ અને ઘરમાં પણ સર્ચ ઓપરેશન કર્યું હતું. આ કેસમાં કુલ 11 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. સીબીઆઈ અન્ય આરોપીઓની ધરપકડ અંગે ગુપ્તતા જાળવી રહી છે.