ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૩ મે 2021
ગુરુવાર
બિહારમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા વધી રહી હોવાને કારણે રાજ્ય સરકારે દસ દિવસ સુધી લોકડાઉન લંબાવવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય મુજબ તારીખ 16થી 25 મે સુધી બિહારમાં લોકડાઉન રહેશે. બિહારના મુખ્ય મંત્રી નીતીશકુમારે ટ્વિટરના માધ્યમથી આ જાણકારી લોકો સુધી પહોંચાડી હતી. રાજ્યમાં કોરોના સંદર્ભે ઉચ્ચ સ્તરીય બેઠકમાં ચર્ચા થઈ હતી કે લોકડાઉન ને કારણે કોરોનાના કેસ ઘટવા માંડ્યા છે તેમ જ પરિસ્થિતિ કાબૂમાં આવી રહી છે. આથી રાજ્ય સરકારે લોકડાઉન લંબાવવાનો નિર્ણય કર્યો.
આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ પર નર્સો સાથે વાત કરતાં રડી પડ્યા આ મુખ્યમંત્રી; જાણો સમગ્ર ઘટના અહીં