ધર્મ પરિવર્તનના મુદ્દે થઈ રહેલા રાજકારણ વચ્ચે બિહાર સરકારના લઘુમતી કલ્યાણ મંત્રી જમા ખાને એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે.
તેમણે પોતાને હિન્દુ જણાવીને કહ્યુ છે કે, મારા પૂર્વજો રાજપૂત હતા અને તેમણે ધર્માંતરણ કરીને ઈસ્લામ ધર્મ કબૂલ કર્યો હતો.
હાજીપુરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં પૂછાયેલા સવાલ પર તેમણે કહ્યું હતું કે, ધર્માંતરણ જો પોતાની મરજીથી કરવામાં આવે તો તેમાં ખોટું નથી.
આજે પણ મારા ખાનદાનના અડધા લોકો હિન્દુ છે અને તેમની સાથે મારી મુલાકાત પણ થતી રહે છે. ધર્મ પરિવર્તન ભાઈચારાથી કરી શકાય છે પણ જબરદસ્તી કોઈનો ધર્મ બદલાવવો ગુનો છે.