Site icon

સોશિયલ મીડિયા પર પાકિસ્તાન પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવો પડ્યો ભારે, પોલીસે યુઝરને કર્યો જેલ ભેગો.. જાણો શું છે સમગ્ર મામલો..

Mumbai Police recovers drugs worth Rs 1.2 cr, arrests three peddlers

મુંબઈ પોલીસની મોટી કાર્યવાહી, શહેરના આ વિસ્તારમાંથી જપ્ત કર્યું અધધ 1 કરોડથી વધુનું ડ્રગ્સ..

News Continuous Bureau | Mumbai 

ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના બિજનૌર(Bijnor)માં પીએમ મોદી(PM Modi) પ્રત્યે નફરત અને પાકિસ્તાન(Pakistan) પ્રત્યે પ્રેમ વ્યક્ત કરનાર યુવકને જેલ ભેગો કરી દેવામાં આવ્યો છે. બિજનૌરના મંદવાર પોલીસે ફેસબુક(Facebook) પર વાંધાજનક પોસ્ટ કરનાર યુવકની ધરપકડ કરી છે.

Join Our WhatsApp Community

મળતી માહિતી મુજબ આરોપી ફૈઝાને ફેસબુક પર પીએમ મોદીનો ફોટો એડિટ કરીને વાંધાજનક રીતે પોસ્ટ કર્યો હતો. આ પોસ્ટમાં પાકિસ્તાનના ધ્વજ પર દિલ બનાવીને પ્રેમ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ ભડકાઉ પોસ્ટ ફેસબૂક પર વાયરલ(facebook post viral) થતાં પોલીસ એક્શનમાં આવી તપાસ શરૂ કરી હતી. તપાસમાં પોલીસને જાણવા મળ્યું કે ફેસબુક પર ફૈઝાન નામના યુઝર દ્વારા પોસ્ટ કરવામાં આવેલ છે, જેની તાત્કાલિક નોંધ લઈ મંદવાર પોલીસે આરોપીને પકડી અને મોબાઇલ (Mobile)પણ કબજે કર્યો, જેમાંથી તે ભડકાઉ પોસ્ટ અપલોડ કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો : અટકળો પર પૂર્ણવિરામ-નરેશ પટેલ  નહીં જોડાય રાજકારણમાં- આ પ્રોજેક્ટને વધારશે આગળ

 એસપી ડૉ. ધરમવીર સિંહે કહ્યું કે પોલીસની એક ટીમ 24 કલાક તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ(Social Media Platform) પર નજર રાખી રહી છે. દરરોજ હજારો ખાતા(accounts)ઓની તપાસ થઈ રહી છે. વાંધાજનક અને ઉશ્કેરણીજનક પોસ્ટ કરનારાઓને બક્ષવામાં આવશે નહીં. જે કોઈ માહોલ બગાડવાનો પ્રયાસ કરે છે તેને ચોક્કસ સજા થશે. તેથી, કોઈપણ ભડકાઉ, વાંધાજનક, ભ્રામક પોસ્ટ કરશો નહીં. તેમજ અન્ય જગ્યાએથી પોસ્ટ ફોરવર્ડ કરશો નહીં, અન્યથા કડક કાર્યવાહી કરવામાં આવશે. એવી સૂચના આપવામાં આવી છે.

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version