ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
16 ઓક્ટોબર 2020
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીની મુક્તિ સાથે જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર રાજકીય હલચલ તેજ થઇ ગઈ છે. ગઈકાલે (ગુરુવારે) રાજ્યના અનેક રાજકીય પક્ષોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં એક નવું ગઠબંધન બનીને ઉભર્યું હતું. આ બેઠકમાં જમ્મુ-કાશ્મીરના રાજકીય પક્ષોએ ગુપકાર કરાર અંગે ચર્ચા કરી હતી. તેમાં નેશનલ કોન્ફરન્સ, પીડીપી સહિત અન્ય ચાર પક્ષોના નેતાઓએ તેમાં ભાગ લીધો હતો. આ બેઠક નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લાએ બોલાવી હતી. ફારૂક અબ્દુલ્લાના નિવાસસ્થાને થયેલી આ બેઠક લગભગ બે કલાક સુધી ચાલી હતી. મહેબૂબા મુફ્તી આજે એક પ્રેસ કોન્ફરન્સ પણ કરી શકે છે.
ગુપકાર બેઠક દરમ્યાન જમ્મુ-કાશ્મીરની મુખ્યધારાની પાર્ટીઓ જે ગુપકાર કરારની હસ્તાક્ષરકર્તા છે અને એક ગઠબંધન બનાવ્યું છે અને તેને પીપલ્સ અલાયન્સ નામ આપ્યું છે. આપને જણાવી દઇએ કે ગુપકાર કરારમાં આ રાજકીય પક્ષોએ જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાની સાથે ચેડા કરવા નહીં દેવાની કસમ ખાધી હતી. આ નવા ગઠબંધનમાં નેશનલ કોન્ફરન્સ અને પીડીપી સિવાય પીસી, સીપીઆઈ (એમ), એએનસી અને જેકેપીએમનો પણ સામેલ છે. ગુપકાર બેઠકમાં ફારૂક અબ્દુલ્લાએ કહ્યું હતું કે, ‘અમે મહેબૂબા મુફ્તીને 14 મહિના પછી તેમની મુક્તિ માટે અભિનંદન આપવા ભેગા થયા છે. અમે આ ગઠબંધનને ગુપકાર કરાર કહેવાનું નક્કી કર્યું છે. અમે ભારત સરકારને રાજ્યના લોકોના હક પરત કરવાનું જણાવીએ છીએ. જમ્મુ-કાશ્મીરના રાજકીય મુદ્દાને ઉકેલાવવાની જરૂર છે. અમે તમામ રાજકીય કેદીઓને મુક્ત કરવાની માંગ કરીએ છીએ. અમે ફરીથી મળીશું અને વ્યૂહરચના ઘડીશું.’
આપણે જણાવી દઈએ કે પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) ના વડા અને પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી ને14 મહિનાની કસ્ટડીમાં રાખ્યા બાદ બે દિવસ પહેલા જ મુક્ત કરવામાં આવ્યા હતા. ભાજપના જમ્મુ-કાશ્મીર યુનિટ દ્વારા કેન્દ્ર શાસિત રાજ્યની જગ્યાએ રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા માટે આજે પાર્ટીની ઇમરજન્સી બેઠક બોલાવી છેઉલ્લેખનીય છે કે કેન્દ્રશાસિત પ્રદેશોમાં કાશ્મીર સંબંધિત પક્ષોના ગઠબંધનની જાહેરાત બાદ ભાજપની આ ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં કેન્દ્ર શાસિત ભાજપના ટોચના નેતાઓ, રવિંદર રૈના, કવિંદર ગુપ્તા, ડો.નિર્મલસિંહ અશોક કૌલ ઉપસ્થિત રહેવાની સંભાવના છે. તેમજ અનેક સામાજિક અને ધાર્મિક સંગઠનોના નેતાઓને પણ આ બેઠક માટે આમંત્રણ અપાયું છે. પક્ષના સૂત્રોના જણાવ્યા મુજબ, ભાજપનો પ્રયાસ કાશ્મીરમાં રચાયેલા નવા જોડાણની તાકાતનો જવાબ આપવાનો છે.