News Continuous Bureau | Mumbai
Maharashtra BJP Candidate List: ભાજપની લોકસભાના ( lok sabha Election ) ઉમેદવારોની બીજી યાદી આજે આવે તેવી શક્યતા છે. વિશ્વસનીય સૂત્રોએ માહિતી આપી છે કે, સોમવારે રાત્રે દિલ્હીમાં મળેલી બેઠકમાં રાજ્યની 25 બેઠકો પર ચર્ચા કરવામાં આવી હતી. નાગપુરથી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, બીડથી પંકજા મુંડે, ચંદ્રપુરથી સુધીર મુનગંટીવાર અને જાલનાથી મંત્રી રાવસાહેબ દાનવેના નામની પણ ચર્ચા થઈ હોવાના અહેવાલ છે.
મિડીયા રિપોર્ટ અનુસાર, ભાજપે અગાઉ 195 નામોની પ્રથમ યાદી જાહેર કરી હતી. તેમાં મહારાષ્ટ્રના ( Maharashtra ) કોઈ ઉમેદવારનું નામ નહોતું. આ પછી આજે બીજી યાદી ( Candidates list ) જાહેર થાય તેવી શક્યતા છે, જેમાં રાજ્યમાંથી 25 નેતાઓની ઉમેદવારી જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.
બારામતી બેઠક અજિત પવાર જૂથને આપવામાં આવે તેવી શક્યતા..
જેમાં નાગપુરથી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, બીડથી પંકજા મુંડે, ચંદ્રપુરથી સુધીર મુનગંટીવાર, જાલનાથી રાવસાહેબ દાનવેના નામો પર પણ ચર્ચા થઈ હોવાના અહેવાલ છે. તો પુણેથી મુરલીધર મોહોલ, ડિંડોરીથી કેન્દ્રીય મંત્રી ભારતી પવાર અને ભિવંડીથી કપિલ પાટીલના નામની હાલ ચર્ચા થઈ રહી છે. તેમજ ચંદ્રપુર સીટ પર સુધીર મુનગંટીવારને ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવી શકે છે. બારામતી ( Baramati ) બેઠક અજિત પવાર જૂથને આપવામાં આવે તેવી શક્યતા છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai Metro: મેટ્રો પ્રવાસીઓ માટે સારા સમાચાર, હવે ત્રણેય લાઈનની ટિકિટ પદ્ધતિમાં આવ્યો બદલાવ.. મેટ્રો પ્રવાસ બનશે સરળ..
ઉલ્લેખનીય છે કે, ભાજપે રાજ્યમાં લગભગ 34 બેઠકો પર દાવો કર્યો હોવાની માહિતી સામે આવી રહી છે. મહાગઠબંધનમાં સમાવિષ્ટ શિવસેના શિંદે જૂથને 10 થી 12 બેઠકો અને એનસીપીના અજિત પવાર જૂથને 3 થી 4 બેઠકો મળવાની હાલ ધારણા છે.
દરમિયાન, રાજ્યમાં સીટની વહેંચણીનો મુદ્દો હજુ ઉકેલાયો નથી, પરંતુ આજે દિલ્હીમાં મહત્વની બેઠક યોજાશે. જેમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ સાથેની આ બેઠકમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે , નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર હાજર રહેશે. તેથી આજે રાજ્યમાં બેઠક ફાળવણીનો પ્રશ્ન ઉકેલાય શકે છે, તેવી શક્યતાઓ છે.