ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૬ જુલાઈ ૨૦૨૧
મંગળવાર.
ચોમાસું અધિવેશનના પહેલા જ દિવસે મહારાષ્ટ્ર વિધાનસભામાં સોમવારે ભાજપના 12 વિધાનસભ્યોને નિલંબિત કરવામાં આવ્યા હતા. એના વિરોધમાં આજે રાજ્યભરમાં ભાજપ દ્વારા વિરોધપ્રદર્શન થઈ રહ્યાં છે. તો અધિવેશનના બીજા દિવસે વિધાનભવનમાં પણ ભાજપના વિધાનસભ્યોએ ભારે આક્રમકતા દેખાડી હતી.
લો બોલો! મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન આટલા વર્ષથી મંત્રાલય ગયા જ નથી; જાણો વિગત
અધિવેશન ચાલુ થવાના પહેલાં જ 12 સભ્યોના નિલંબન અને OBC રિર્ઝર્વેશનના મુદ્દે તેઓએ ધમાલ કરી મૂકી હતી. વિધાનભવનના દાદરા પર ભાજપના વિધાનસભ્યોએ બેસીને આંદોલન કર્યું હતું. સભાગૃહમાં બોલવા દેવામાં આવતું ન હોવાનું કહીને સભાગૃહની બહાર બેસીને પ્રતિકાત્મક પૅરૅલલ અધિવેશન ચલાવીને અધિવેશનનો બહિષ્કાર કર્યો હતો. ખેડૂતો, વિદ્યાર્થીઓ તેમ જ OBC, મરાઠા તેમ જ પછાતવર્ગના વિદ્યાર્થીઓની સાથે અન્યાય થઈ રહ્યો હોવાના દાવા સાથે ભાજપના વિધાનસભ્યોએ વિરોધ કર્યો હતો.