Site icon

12 વિધાનસભ્યોના નિલંબનના વિરોધમાં ભાજપના વિધાનસભ્યોએ મચાવી ધમાલ, વિધાનભવનના દાદરા પર બેસીને ચલાવ્યું પૅરૅલલ અધિવેશન; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૬ જુલાઈ ૨૦૨૧

Join Our WhatsApp Community

મંગળવાર.

ચોમાસું અધિવેશનના પહેલા જ દિવસે મહારાષ્ટ્ર વિધાનસભામાં સોમવારે ભાજપના 12 વિધાનસભ્યોને નિલંબિત કરવામાં આવ્યા હતા. એના વિરોધમાં આજે રાજ્યભરમાં ભાજપ દ્વારા વિરોધપ્રદર્શન થઈ રહ્યાં છે. તો અધિવેશનના બીજા દિવસે વિધાનભવનમાં પણ ભાજપના વિધાનસભ્યોએ ભારે આક્રમકતા દેખાડી હતી.

લો બોલો! મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન આટલા વર્ષથી મંત્રાલય ગયા જ નથી; જાણો વિગત

અધિવેશન ચાલુ થવાના પહેલાં જ 12 સભ્યોના નિલંબન અને OBC રિર્ઝર્વેશનના મુદ્દે તેઓએ ધમાલ કરી મૂકી હતી. વિધાનભવનના દાદરા પર ભાજપના વિધાનસભ્યોએ બેસીને આંદોલન કર્યું હતું. સભાગૃહમાં બોલવા દેવામાં આવતું ન હોવાનું કહીને સભાગૃહની બહાર બેસીને પ્રતિકાત્મક પૅરૅલલ અધિવેશન ચલાવીને અધિવેશનનો બહિષ્કાર કર્યો હતો. ખેડૂતો, વિદ્યાર્થીઓ તેમ  જ OBC, મરાઠા તેમ જ પછાતવર્ગના વિદ્યાર્થીઓની સાથે અન્યાય થઈ રહ્યો હોવાના દાવા સાથે ભાજપના વિધાનસભ્યોએ વિરોધ કર્યો હતો.

Malegaon Municipal Corporation Namaz Case: માલેગાંવ મહાનગરપાલિકામાં હંગામો: નમાજ પઢવાના વિરોધમાં મહંત અનિકેતશાસ્ત્રી મેદાનમાં; સરકારી પરિસરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ મુદ્દે ઉઠ્યા સવાલો
Rohit Pawar Ajit Pawar Case Update: મુંબઈમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા! રોહિત પવાર પોલીસ સ્ટેશનમાં ધરણા પર બેઠા; અજીત પવાર વિરુદ્ધ FIR માટે CMO સુધી પહોંચી વાત
Malegaon Municipal Corporation Namaz Case: સરકારી ઓફિસમાં નમાઝ પઢવાની છૂટ કોણે આપી? માલેગાંવમાં વીડિયો વાયરલ થયા બાદ વિવાદ વકર્યો; કમિશનર પાસે મંગાયો ખુલાસો.
Sandeep Sagale Gujarat CEO: ગુજરાત ચૂંટણી પંચમાં મોટો ફેરફાર: સંદીપ સાગલેએ સંભાળ્યો મુખ્ય ચૂંટણી અધિકારીનો પદભાર; આગામી ચૂંટણીઓ માટે તંત્ર સજ્જ.
Exit mobile version