ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 ઓક્ટોબર, 2021
બુધવાર
દિલ્હીમાં ભાજપ સાંસદ મનોજ તિવારી ગંભીર રીતે ઘાયલ થયા છે.
પ્રાપ્ત જાણકારી મુજબ તેેઓ CM કેજરીવાલના ઘરની બહાર છઠ પૂજા મુદ્દે વિરોધ કરી રહ્યા હતા ત્યારે જ તેમને ગંભીર રીતે ઈજા પહોચી છે.
જેને કારણે તેમને દિલ્હીની સફદરગંજના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
હાલ હોસ્પિટલમાં મનોજ તિવારી સારવાર હેઠળ છે તેમની સારવાર ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં ઘણા લોકો તહેવારો પર પ્રતિબંધને લઈને સરકારનો વિરોધ કરી રહ્યાં છે ત્યારે ભાજપના નેતાઓ દ્વારા પણ કેજરીવાલ સરકાર પર દબાણ કરવામાં આવી રહ્યું છે.
