News Continuous Bureau | Mumbai
ઉધના–સુરત સેક્શન વચ્ચેના બ્રિજ નંબર 442 માટે બ્રિજ એપ્રોચના મજબૂતીકરણની કામગીરી માટે અને ડુંગરી-બીલીમોરા વચ્ચે લેવલ ક્રોસિંગ-102ની જગ્યાએ રોડ ઓવર બ્રિજનું કમ્પોઝીટ ગર્ડર બ્લોક લોન્ચ કરવા માટે બ્લોક લેવામાં આવશે.
બ્રિજ નંબર 442 માટે મંગળવાર, 23 મે, 2023 ના રોજ 12.10 કલાકથી 16.40 કલાક સુધી અને કમ્પોઝીટ ગર્ડર લોંચિંગ માટે 12.30 કલાકથી 14.30 કલાક સુધી બ્લોક લેવામાં આવશે. તેમજ બ્રિજ નંબર 442 માટે બુધવાર, 24મી મે, 2023ના રોજ સવારે 10.50 કલાકથી 15.20 કલાક સુધી બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને કારણે પશ્ચિમ રેલ્વેની કેટલીક ટ્રેનો રેગ્યુલેટ કરવામાં આવશે, શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : WHO Chief Warn: આવી રહી છે કોરોના કરતાં પણ ખતરનાક મહામારી! 2 કરોડ લોકોના થશે મોત
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુરે બહાર પાડેલી અખબારી યાદી મુજબ, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
24 મે 2023ના રોજ મોડી પડશે ટ્રેનો:
- ટ્રેન નંબર 19015 દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 01 કલાક 25 મિનિટ માટે મોડી પડશે
- ટ્રેન નંબર 09075 મુંબઈ સેન્ટ્રલ – કાઠગોદામ સુપરફાસ્ટ સ્પેશિયલ 45 મિનિટ માટે મોડી પડશે
- ટ્રેન નંબર 12656 પુરાતચી થલાઈવાર ડૉ. એમ.જી. રામચંદ્રન સેન્ટ્રલ-અમદાવાદ નવજીવન એક્સપ્રેસ 01 કલાક 55 મિનિટ માટે મોડી પડશે
24 મે, 2023 ના રોજ શોર્ટ ટર્મિનેટ થતી ટ્રેનો:
- ટ્રેન નંબર 09087 સંજાણ-સુરત મેમુ ઉધના સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે.