ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 મે 2021
શનિવાર
કોરોનાની રસીની અછતને કારણે BMCની વેક્સિનેશનની ઝુંબેશ ધીમી પડી ગઈ છે. એથી ગ્લોબ્લ સ્તરે વેક્સિન માટે ટેન્ડર બહાર પાડ્યાં છે. એમાંથી નવરી પડેલી પાલિકાએ હવે વિદેશથી વેક્સિન મેળવવા માટે રીતસરની આજીજી કરી છે. પાલિકાએ વર્લ્ડની છ સિસ્ટર સિટીની પાલિકાઓને પત્ર લખ્યા છે. પત્ર લખીને કોરોનાની પ્રતિબંધક વેક્સિનના 1 કરોડ 80 લાખ ડોઝ મોકલવાની વિનંતી કરી છે.
પાલિકાએ વેક્સિન માટે જે સિસ્ટર સિટીને પત્ર લખ્યા છે, એમાં રશિયાની પીટર્સબર્ગ, અમેરિકાના ન્યુ યૉર્ક અને લોસ એન્જેલિસ, દક્ષિણ કોરિયાના બુસાન, જર્મનીના સ્ટુટગાર્ડ અને જાપાનના યોકોહોમા શહેરનો સમાવેશ થાય છે. આ શહેરના મેયરને પાલિકાએ પત્ર લખ્યા છે. જાપાનના યોકોહોમાએ તુરંત જવાબ પણ મોકલી દીધો છે. તેમણે પાલિકાને વેક્સિન આપવું શક્ય નથી એવું કહ્યું છે. જોકે તેઓએ મુંબઈને આર્થિક મદદ કરવાની તૈયારી દર્શાવી છે.
સરકારે આપ્યો સંકેત, મુંબઈના વેપારીઓને આ રાહત મળી શકે; જાણો વિગત
અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈ મહાનગરપાલિકાના અનેક દેશના શહેરની પાલિકાઓ સાથે સામાજિક, સાંસ્કૃતિક, વ્યાવસાયિક સંબંધ છે, જેને સિસ્ટર સિટી કહેવાય છે. આ શહેરના મેયર તેમ જ ઉચ્ચ અધિકારીઓ મુંબઈ મહાનગરપાલિકાની મુલાકાતે સતત આવતા રહેતા હોય છે. એ સંબંધોની યાદ અપાવીને પાલિકાએ પોતાની સિસ્ટમ સિટી પાસે વેક્સિનની મદદ માગી છે.