News Continuous Bureau | Mumbai
કોંગ્રેસ(Congress) અને શિવસેના(Shivsena) વચ્ચે મતભેદ હોવાનું ફરી એક વખત સામે આવ્યું છે. કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ સાંસદ મિલિન્દ દેવરાએ(Former MP Milind Deora) મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન(Maharashtra CM) એકનાથ શિંદે(Eknath Shinde) પત્ર લખ્યો છે, તેમા તેમણે મુંબઈ મહાનગરપાલિકાની વોર્ડની(BMC Ward) પુર્નરચના અને આરક્ષણને લઈને બહાર પાડવામાં આવેલી લોટરીને રદ કરવાની માંગણી કરી છે.
મિલિંદ દેવરાએ પોતાના પત્રમાં લખ્યું છે કે તત્કાલીન રાજ્ય સરકારે(State Government) મુંબઈ મહાનગરપાલિકાના વોર્ડની પુર્નરચના કરી હતી. ફેબ્રુઆરી 2022માં કરવામાં આવેલી પુર્નરચના સામે 800થી વધુ રાજકીય અને બિનરાજકીય લોકોના વિરોધ નોંધાયા હતા. તેની રાજ્ય સરકારે કોઈ નોંધ લીધી નહોતી.
આ સમાચાર પણ વાંચો : શિવસેનાની મુશ્કેલીમાં વધારો-મુંબઈમાં મહત્વનો ગઢ ગણાતા આ વિસ્તારના ધારાસભ્ય અને કાર્યકર્તાઓના પદ પરથી આપ્યા રાજીનામા
મિલિન્દ દેવરાએ પોતાના પત્રમાં એવો પણ આરોપ કર્યો છે કે એક પક્ષને ફાયદો થાય તે મુજબ વોર્ડની નવેસરથી રચના કરવામાં આવી છે અને તે મુજબ આરક્ષણની લોટરી(Reservation Lottery) કાઢવામાં આવી છે. 2017માં કોંગ્રેસે જીતેલી પાલિકાની 30 જગ્યામાંથી 20 જગ્યાની ફેરરચના જાણીજોઈને અને ખોટી પદ્ધતીએ કરવામાં આવી છે. તેથી કોંગ્રેસને મોટું નુકસાન થયું છે.
આરક્ષણની લોટરીમાં પણ અનેક ખોટી રીતે આરક્ષણ કરવામાં આવ્યા છે. વોર્ડની રચના પણ 227માંથી 236 કરવા પહેલા જનગણના કરવી જોઈતી હતી. તેને બદલે 2011ની જનગણનાને અમલમાં મૂકવામાં આવી હતી, જે ખોટી પદ્ધતિ કહેવાય. તેથી આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને વોર્ડની પુનરચના અને આરક્ષણને રદ કરો એવી માગણી મિલિન્દ દેવરાએ કરી છે.