ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 5 એપ્રિલ 2021
સોમવાર
મહારાષ્ટ્રની સરકાર માટે હવે આગામી દિવસો મુશ્કેલીભર્યા રહેશે. બોમ્બે હાઈકોર્ટમાં મુંબઈના ભૂતપૂર્વ પોલીસ-કમિશનર પરમવીર સિંહ એ પબ્લિક ઈન્ટરેસ્ટ લીટીગેશન દાખલ કરી હતી અને તે માધ્યમથી બોમ્બે હાઈકોર્ટ પાસે માંગણી કરી હતી કે તેમના દ્વારા મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ સામે લગાડવામાં આવેલા આરોપોની સ્વતંત્ર તપાસ થાય.
અનિલ દેશમુખની આ અરજી સંદર્ભે બોમ્બે હાઈકોર્ટે પોતાનો ફેંસલો સંભળાવીને જણાવ્યું છે કે આ સંદર્ભે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે સીબીઆઈ તપાસ કરશે. આ તપાસ આગામી 15 દિવસમાં સમાપ્ત થવી જોઈએ અને ત્યારબાદ સીબીઆઈના ડાયરેક્ટર નક્કી કરી શકે છે કે તપાસ કઈ દિશામાં આગળ વધારવી.
એટલે કે હવે મહારાષ્ટ્રના ગૃહમંત્રી ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ બોમ્બે હાઈકોર્ટના આદેશથી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન કરશે.
બોમ્બે હાઈકોર્ટે પોતાના આદેશમાં અગાઉ જણાવ્યું હતું કે પરમવીર સિંહ જ્યારે પોલીસ કમિશનર હતા તે સમયે આ મામલે તેમણે એફ.આઇ.આર કેમ ન લખાવી? હવે બોમ્બે હાઈકોર્ટે પોતાનું વલણ બદલયું છે અને આ ગંભીર આરોપોની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન ના માધ્યમથી કરવાની છૂટ આપી છે.
તો શું સોનિયા ગાંધીના વફાદાર એવા અહેમદ પટેલ નો પુત્ર આમ આદમી પાર્ટીમાં જશે? કોંગ્રેસ માટે મોટો ઝટકો.
આમ હવે મહારાષ્ટ્રની પોલિટિક્સમાં સીબીઆઇની એન્ટ્રી થઇ ગઇ છે. એક વાત સ્પષ્ટ છે કે આને કારણે મોજુદા સરકાર મોટી તકલીફમાં આવી પડશે.