ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૯ એપ્રિલ 2021
સોમવાર
મહારાષ્ટ્રમાં સતત ખરાબ થઈ રહેલી પરિસ્થિતિ વચ્ચે નાગપુરની ખંડપીઠે રાજ્ય સરકાર ને તીખા સવાલ પૂછ્યા છે. નાગપુર ની કોર્ટે રાજ્ય સરકારને પૂછ્યું છે કે તેમણે રેમડેસિવિર ઇન્જેક્શન સંદર્ભે શું પગલાં લીધા તે કોર્ટ ને જણાવે. આ ઉપરાંત તેમણે રાજ્ય સરકારને એ પણ પૂછ્યું છે કે અત્યાર સુધી લોકોની સુશ્રુષા માટે શું પગલાં લેવામાં આવ્યા છે તેનો આખો અહેવાલ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે. સાથે જ કોર્ટે રાજ્ય સરકારને એ પણ પ્રશ્ન પૂછ્યો છે કે અત્યાર સુધી કેન્દ્ર સરકાર તરફથી શું મદદ મળી છે તે કોર્ટ ને જણાવવામાં આવે.
આમ હવે બોમ્બે હાઇકોર્ટની નાગપુર બેંચે કોરોના ની પરિસ્થિતિ સંદર્ભે ગંભીર સવાલો પૂછ્યા છે. જેના આધારે રાજ્ય સરકાર એ શું કર્યું છે તે સ્પષ્ટ થશે.
વિશ્વ ના આ દેશ માંથી કોરોના ગયો. માસ્ક પહેરવાનો કાયદો ખસ્યો. જાણો સારા સમાચાર…