News Continuous Bureau | Mumbai
Building Collapse Video: મુંબઈ સહિત રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય થયું છે. મુંબઈના અનેક વિસ્તારમાં મંગળવાર સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે. અનરાધાર વરસાદ વચ્ચે મીરા ભાયંદર વિસ્તારમાંથી એક ભયાનક ઘટના સામે આવી છે. અહીં ત્રણ માળની ઇમારતની બાલ્કનીનો એક ભાગ ધરાશાયી થયો છે. જેમાં ત્રણ લોકો ઘાયલ થયા છે અને ઘણા લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે.
જુઓ વિડીયો
BHAYANDER EAST OPP RAILWAY STN. C1 CATEGORY BUILDING FELL DOWN YET NO PROACTIVE ACTION WAS TAKEN. MBMC @Mirabhayander1 @mybmc @CMOMaharashtra no proactive action was taken @timesofindia @MiraroadNEWS pic.twitter.com/D8Cp7VTFE0
— Harddisk (@hardik_u1) July 20, 2023
બિલ્ડીંગનો એક ભાગ ધરાશાયી થયો
પ્રાપ્ત માહિતી અનુસાર, ભાયંદર સ્ટેશન પૂર્વમાં બિલ્ડિંગની બાલ્કનીનો એક ભાગ ધરાશાયી થયો છે. આ બિલ્ડીંગમાં ઘણી દુકાનો છે. ઈમારતની નીચે ઘણા લોકો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને રાહત કાર્ય શરૂ કર્યું હતું. ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ અને પોલીસે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી.
આ સમાચાર પણ વાંચો: Opposition Parties Meeting : વિપક્ષે ગઠબંધનનું નામ I.N.D.I.A. રાખતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો, 26 પાર્ટીઓ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ. જાણો શું છે સમગ્ર મામલો…
મકાન ધરાશાયી થવાનું જોખમ વધી ગયું
ઉલ્લેખનીય છે કે મુંબઈમાં સતત બે-ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. આ રીતે મકાન ધરાશાયી થવાનું જોખમ વધી ગયું છે.