News Continuous Bureau | Mumbai
આજકાલ શેરીઓમાં રખડતા પશુઓનો ત્રાસ ઘણો વધી ગયો છે. ભૂતકાળમાં રખડતા કૂતરાઓના તેમજ પાળેલા કૂતરાઓના હુમલાના વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા છે. તે જ સમયે, ઘણી વખત શહેરોની શેરીઓમાં ફરતા આખલાના હૂમલા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતા જોવા મળ્યા છે. હાલમાં જ આવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં આખલો એક બાળકને કચડતો જોવા મળે છે.
UP: के अलीगढ़ में घर के बाहर खेल रहे मासूम पर सांड ने किया हमला,
बच्चे की हालत गंभीर घटना का सीसीटीवी वायरल!
क्या आवारा जानवरों का आतंक बढ़ता ही जा रहा है?#Aligarh pic.twitter.com/Uf0WNqwX7Z
— Rizwan khan Official 🇮🇳 (@Riz_wank) March 9, 2023
આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે બાળક પોતાના દાદા સાથે રમતું હતું. દાદા બાળકને છોડીને બીજી ગલીમાં જાય છે, ત્યારે થોડે દૂર ઊભેલો આખલો દોડતો આવે છે અને બાળક પર હુમલો કરે છે. પહેલા તે બાળકને શિંગડું મારે છે, પછી તેને કચડી ઢસડીને થોડી દૂર લઈ જાય છે. ત્યાર પછી બાળકની ઉપર બેસી જાય છે. અવાજ સાંભળી દાદા દોડીને ઘટના સ્થળે પહોંચી જાય છે અને બાળકને ખેંચીને બહાર નીકાળે છે. મળતી માહિતી અનુસાર, આ વીડિયો ઉત્તર પ્રદેશના અલીગઢનો જણાવવામાં આવી રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : કડક પ્રતિબંધોનો દોર પાછો આવ્યો? ઈન્ફલ્યુએન્ઝા વાયરસના વધતા કેસ વચ્ચે નીતિ આયોગે લોકોને કરી આ અપીલ..