News Continuous Bureau | Mumbai
Bullet Train News: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરના મહારાષ્ટ્ર વિભાગમાં, સાખરે ગામ, દહાણું (મહારાષ્ટ્ર) ખાતે નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (એનએચએસઆરસીએલ) એ સફળતાપૂર્વક 40 મીટર લાંબો પ્રથમ પૂર્ણ લંબાઈવાળો પ્રી-સ્ટ્રેસ કૉન્ક્રીટ (પીએસસી) બોક્સ ગાર્ડર લોન્ચ કર્યો છે.
કોરિડોરનો મહારાષ્ટ્ર વિભાગ 156 કિમી લાંબો છે જેમાં સામેલ છે.
* બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (મુંબઈ) ખાતે એક અંડરગ્રાઉન્ડ સ્ટેશન
* મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ અને થાણાના શિલફાટા વચ્ચે 21 કિમી લાંબી ટનલ
* શિલફાટાથી ઝરોલી ગામ (મહારાષ્ટ્ર-ગુજરાત સરહદ) સુધીના 135 કિમી લંબાઈના ઊંચા માર્ગનું નિર્માણ, જેમાં સામેલ છે:
A.124 કિમી લાંબી વાયડક્ટ જેમાં સામેલ છે:
* 103 કિમી વાયડક્ટ જેમાં 2,575 એફએસએલએમ ગર્ડર્સનો સમાવેશ થાય છે
* 17 કિમી સેગમેન્ટલ ગર્ડર્સ
* 2.3 કિમી લોખંડના પુલ રાષ્ટ્રીય ધોરીમાર્ગો, ડીએફસીસી, ભારતીય રેલવે અને ઉલ્હાસ નદી ઉપરનો પુલ
* 1.3 કિમીના ત્રણ બુલેટ ટ્રેન સ્ટેશનો: થાણે, વિરાર, અને બોઇસાર
B.11 કિમીમાં સામેલ છે:
* 7 પર્વતીય બોગદાં માટે 6 કિમી
* વિશેષ ભૂમિ સંરચનાઓ માટે 5 કિમી
દરેક 40 મીટર લાંબા પીએસસી બોક્સ ગર્ડરનું વજન આશરે 970 મેટ્રિક ટન છે, જે તેને ભારતના નિર્માણ ઉદ્યોગમાં સૌથી ભારે બનાવે છે. આ ગર્ડર એક જ મોનોલિથિક યુનિટ તરીકે કાસ્ટ કરવામાં આવે છે —સાંધા વિનાનું બાંધકામ — અને તેમાં 390 ઘન મીટર કોન્ક્રિટ તથા 42 મેટ્રિક ટન લોખંડનો ઉપયોગ થયો છે.
આ સમાચાર પણ વાંચો : Israel Iran War : યુએનના પરમાણુ વડાએ નેતન્યાહૂના દાવાને ફગાવી દીધો, કહ્યું ઈરાનની પરમાણુ બોમ્બ બનાવવાની યોજના…
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે પૂર્ણ-લંબાઈના ગર્ડર પસંદ કરવામાં આવે છે, કારણ કે તે સેગમેન્ટલ ગર્ડરની તુલનામાં નિર્માણને 10 ગણા ઝડપી બનાવે છે.
પૂર્ણ-લંબાઈના પ્રી-કાસ્ટ બોક્સ ગર્ડરનું લોન્ચિંગ વિશેષ જાતની સ્વદેશી ભારે મશીનરી જેમ કે સ્ટ્રેડલ કેરિયર્સ, બ્રિજ લોન્ચિંગ ગેન્ટ્રીઝ, ગર્ડર ટ્રાન્સપોર્ટર્સ અને લોન્ચિંગ ગેન્ટ્રીઝની મદદથી કરવામાં આવી રહ્યું છે. વિક્ષેપ રહિત પુરવઠા માટે, ગર્ડરને પૂર્વે કાસ્ટ કરીને નિયત કાસ્ટિંગ યાર્ડમાં વ્યવસ્થિત રીતે સંગ્રહિત કરવામાં આવે છે.
શિલફાટા અને ગુજરાત-મહારાષ્ટ્ર સરહદ વચ્ચેના માર્ગ પર કુલ 13 કાસ્ટિંગ યાર્ડની યોજના છે, જેમાંથી હાલમાં 5 યાર્ડ કાર્યરત છે.
આ પ્રમાણિત તકનિક એપ્રિલ 2021 થી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ઉપયોગમાં છે, જેમાં ગુજરાતમાં કુલ 307 કિલોમીટર પૂરા થયેલ વાયડક્ટનો સમાવેશ થાય છે.
હાલના સીમાચિન્હમાં વિરાર અને બોઈસર સ્ટેશનો ખાતે પ્રથમ સ્લેબ કાસ્ટિંગનો સમાવેશ થાય છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.