Site icon

ISI Mark: માન્ય લાયસન્સ લીધા વિના ISI માર્ક ધરાવતા પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરના ઉત્પાદન યુનિટ પર ભારતીય માનક બ્યુરોના દરોડા

ISI Mark: આ ઉત્પાદન ભારત સરકારના આદેશ મુજબ ફરજિયાત પ્રમાણીકરણમાં આવે છે, જે સૂચવે છે કે કોઈપણ વ્યક્તિ ભારતીય માનક બ્યુરોમાંથી માનક ચિન્હ માટે (ISI) લાઇસન્સ મેળવ્યા વિના ઉત્પાદક ઉત્પાદન કરી શકશે નહીં.

Bureau of Indian Standards raids manufacturing unit of packaged drinking water bearing ISI mark without valid license

Bureau of Indian Standards raids manufacturing unit of packaged drinking water bearing ISI mark without valid license

 News Continuous Bureau | Mumbai 

 ISI Mark: ભારતીય માનક બ્યુરો અમદાવાદના અધિકારીઓ દ્વારા બ્યુરો પાસેથી માન્ય લાયસન્સ લીધા વિના ISI માર્ક ધરાવતા પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરના ઉત્પાદનમાં ( packaged drinking water production ) સંડોવાયેલા હોવાની માહિતીના આધારે 29 મે, 2024ના રોજ રાજસ્થાનના ( Rajasthan ) જાલોર, ભીનમાલ ખાતેના તાલબી રોડ પર સ્થિત મેસર્સ શ્રી ભાગ્યલક્ષ્મી એન્ટરપ્રાઇઝ પર હાલમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી. દરોડા દરમિયાન મેસર્સ શ્રી ભાગ્યલક્ષ્મી એન્ટરપ્રાઈઝમાં પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરનું ઉત્પાદન ચાલુ હતું અને ISI માર્ક ધરાવતા પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરના 102 બોક્સ, જેમાં અંદાજે 1530 બોટલો મળી આવી હતી. આ સાથે ISI માર્કવાળા લેબલનું એક બોક્સ પણ જપ્ત કરવામાં આવ્યું છે. 

Join Our WhatsApp Community

આ ઉત્પાદન ભારત સરકારના આદેશ મુજબ ફરજિયાત પ્રમાણીકરણમાં આવે છે, જે સૂચવે છે કે કોઈપણ વ્યક્તિ ભારતીય માનક બ્યુરોમાંથી ( Bureau of Indian Standards ) માનક ચિન્હ માટે (ISI) લાઇસન્સ મેળવ્યા વિના ઉત્પાદક ઉત્પાદન કરી શકશે નહીં. ભારતીય માનક બ્યુરોની પૂર્વ પરવાનગી વિના માનક ચિહ્નનો ( standard mark ) ઉપયોગ કરવાવાળાની વિરુધ્ધ ભારતીય માનક બ્યુરો અધિનિયમન 2016ના અનુચ્છેદ 17ના ઉલ્લંઘનની કાર્યવાહી કરવામાં આવે છે. આ અપરાધ દંડનીય છે, જે અંતર્ગત બે વર્ષની જેલ અથવા ઓછામાં ઓછા રૂ. 2,00,000નો આર્થિક દંડ અથવા બંને સજાની જોગવાઈ છે.

આ સમાચાર પણ વાંચો:  Birla Group US IPO: આદિત્ય બિરલા ગ્રુપની નોવેલિસ કંપની લિસ્ટિંગ માટે તૈયાર, $945 મિલિયન IPO લાવશે..

અપ્રમાણિક ઉત્પાદક જનતાને છેતરવા માટે ભારતીય માનક બ્યૂરોના લાયસન્સ ( license ) લીધા વગર આવા ઉત્પાદનોનું ઉત્પાદન કરતા હોય છે. ભારતીય માનક બ્યૂરો સમયાંતરે આવા પ્રકારની સામગ્રીના ઉપયોગથી થતી છેતરામણી  અને સંભવિત સુરક્ષા ખતરાથી આમ જનતાને બચાવવા માટે ISI માર્કના દુરુપયોગની મળેલ/કરેલ ફરિયાદ અનુસાર અવારનવાર સંખ્યાબધ દરોડા કરતી હોય છે. કોઈ પણ વ્યક્તિ જેની પાસે ભારતીય માનક બ્યુરોના માનકચિહ્નના દુરપયોગની જાણકારી હોય અથવા લાયસન્સ મેળવ્યા વગર ઉત્પાદનોનું ઉત્પાદન કરનારાઓ વિશે કોઈપણ પ્રકારની માહિતી હોય તો તે પ્રમુખ, ભારતીય માનક બ્યૂરો, ત્રીજોમાળ, નવજીવન અમૃત જયંતી ભવન, ગુજરાત વિદ્યાપીઠની પાછળ,  આશ્રમરોડ, અમદાવાદ- 380014 પર અથવા ફોનનં 079-27540314 પર ફરિયાદ કરી શકે છે. ફરિયાદને ahbo@bis.gov.in અથવા complaints@bis.gov.in પર ઈમેલ દ્વારા પણ કરી શકાય છે. આ ઉપરાંત BIS કેર એપ (BIS Care App)  પર પણ રજિસ્ટર કરાવી શકાય છે. આવા પ્રકારની સૂચના આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

New Criminal Laws: નવા ફોજદારી કાયદાઓના અમલવારીમાં મહારાષ્ટ્ર અગ્રેસર
PM Modi: ‘RJDને ૬૫ વોલ્ટનો જોરદાર આંચકો!’ PM મોદીએ સીતામઢીમાં લાલટેન (RJDનું પ્રતીક) પર કર્યો સીધો હુમલો!
Maharashtra Weather: ચેતવણી! મહારાષ્ટ્રના હવામાનમાં પલટો, ચક્રવાતને કારણે આગામી ૨૪ કલાક અતિભારે, વરસાદના મોટા સંકેતો.
Bhiwandi MIDC: મોટી દુર્ઘટના: ભિવંડી MIDC માં ડાઇંગ કંપનીમાં ભીષણ આગ, ભારે નુકસાનની શક્યતા.
Exit mobile version