News Continuous Bureau | Mumbai
Semiconductor Unit: સેમીકન્ડક્ટર ઇકોસિસ્ટમને જીવંત બનાવવાના ઉદ્દેશ સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે ( Central Cabinet ) કેનેસ સેમિકોન પ્રાઇવેટ લિમિટેડની ગુજરાતનાં સાણંદમાં સેમિકન્ડક્ટર યુનિટ સ્થાપિત કરવાની દરખાસ્તને મંજૂરી આપી હતી.
3,300 કરોડના રોકાણ સાથે સૂચિત એકમની સ્થાપના કરવામાં આવશે. આ યુનિટની ક્ષમતા દરરોજ 60 લાખ ચિપ્સ હશે.
આ યુનિટમાં ( Kaynes Semicon Pvt Ltd ) ઉત્પાદિત ચિપ્સ વિવિધ પ્રકારની એપ્લિકેશનોને પૂરી પાડશે જેમાં ઔદ્યોગિક, ઓટોમોટિવ, ઇલેક્ટ્રિક વાહનો, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, ટેલિકોમ, મોબાઇલ ફોન વગેરે જેવા સેગમેન્ટનો સમાવેશ થાય છે.
ભારતમાં સેમિકન્ડક્ટર્સ ( Semiconductors ) અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમના વિકાસ માટેના કાર્યક્રમને 21.12.2021ના રોજ નોટિફાઇડ કરવામાં આવ્યો હતો, જેમાં કુલ રૂ. 76,000 કરોડનો ખર્ચ થશે.
જૂન, 2023માં, કેન્દ્રીય કેબિનેટે ગુજરાતના સાણંદમાં સેમિકન્ડક્ટર યુનિટ સ્થાપવાની પ્રથમ દરખાસ્તને મંજૂરી આપી હતી.
આ સમાચાર પણ વાંચો: Surat: સુરતની એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલ-માંડવીના વિદ્યાર્થીઓ કરાટેની સ્પર્ધામા ઝળકયા, મેળવ્યાં આટલા મેડલ્સ
ફેબ્રુઆરી, 2024માં, વધુ ત્રણ સેમીકન્ડક્ટર એકમોને મંજૂરી આપવામાં આવી હતી. ટાટા ઇલેક્ટ્રોનિક્સ ગુજરાતના ધોલેરામાં સેમીકન્ડક્ટર ફેબ અને આસામના મોરીગાંવમાં એક સેમીકન્ડક્ટર યુનિટ સ્થાપી રહી છે. સીજી પાવર દ્વારા ગુજરાતના ( Gujarat ) સાણંદમાં એક સેમીકન્ડક્ટર યુનિટની સ્થાપના કરવામાં આવી રહી છે
તમામ 4 સેમીકન્ડક્ટર એકમોનું નિર્માણ ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે અને એકમોની નજીક એક મજબૂત સેમીકન્ડક્ટર ઇકોસિસ્ટમ ( Semiconductor ecosystem ) ઉભરી રહી છે. આ 4 એકમો લગભગ 1.5 લાખ કરોડ રૂપિયાનું રોકાણ લાવશે. આ એકમોની સંચિત ક્ષમતા દરરોજ લગભગ 7 કરોડ ચિપ્સ છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.