ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૪ એપ્રિલ 2021
શનિવાર
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે સીબીઆઈએ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખે વિરુદ્ધ કેસ રજીસ્ટર કરી લીધો છે. આ કેસ ભ્રષ્ટાચારના સેક્શન ક્રમાંક સાતની સુધારીત કલમ ૧૨૦બી હેઠળ ક્રિમિનલ કોન્સપિરેનસી નો કેસ રજીસ્ટર કર્યો છે.
આ ઉપરાંત સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એ અનેક જગ્યાએ છાપા પાડ્યા છે તેમજ તેમની વિરુદ્ધમાં માહિતી એકઠી કરવાનું શરૂ કર્યું છે. મળતી માહિતી મુજબ અને દેશમુખના નિવાસસ્થાને પણ છાપો પાડવામાં આવ્યો છે.
આમ રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા અનિલ દેશમુખ હવે સપાટામાં આવી ગયા છે.
શું કુંભમેળાના કારણે સંગીતકાર શ્રવણ કુમાર રાઠોડ નું નિધન થયું? ચોંકાવનારી માહિતી સામે આવી.
