Site icon News Continuous Bureau | Mumbai

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી બાદ થયેલા રમખાણોમાં અત્યાર સુધી આટલા કેસ નોંધાયા, CBIએ તપાસ કરી તેજ ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 28 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

શનિવાર

પશ્ચિમ બંગાળમાં મતદાન બાદની હિંસા દરમિયાન મહિલાઓ સામે ગુના અને હત્યાના કેસોની તપાસ દરમિયાન આજે વધુ 10 કેસ નોંધાયા છે. 

નાદિયા જિલ્લાના છાપરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એફઆઈઆર પણ નોંધવામાં આવી છે. જેમાં 3 લોકોને લોખંડના સળિયાથી મારવામાં આવ્યા હતા. 

ચૂંટણી બાદ હિંસાના કેસમાં અત્યાર સુધીમાં કુલ 21 કેસ નોંધાયા છે.

સીબીઆઈએ જોઈન્ટ ડિરેક્ટરના નેતૃત્વમાં ચાર ટીમોની રચના કરી છે અને આ ટીમ હિંસાગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત લઈ રહી છે.  

સમગ્ર તપાસની દેખરેખ એડિશનલ ડિરેક્ટર કક્ષાના અધિકારી દ્વારા કરવામાં આવી રહી છે. દરેક ટીમમાં સાત સભ્યો છે. જેમાં એક નાયબ મહાનિરીક્ષક અને ત્રણ પોલીસ અધિક્ષકનો સમાવેશ થાય છે. 

ઉલ્લેખનીય છે કે  હાઇકોર્ટે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પછીની હિંસા દરમિયાન મહિલાઓ વિરુદ્ધ કથિત ગુનાઓ અને હત્યાઓની સીબીઆઇ તપાસના આદેશ આપ્યા બાદ સીબીઆઇએ તપાસ શરૂ કરી છે.

કોરોના ગ્રહણ : આ તારીખે યોજાનારી બીસીસીઆઈની વાર્ષિક બેઠક રદ કરાઈ. જાણો વિગતે

Thane Police Mobile Recovery ઠાણે પોલીસની સફળ કામગીરી સીઇઆઇઆર પોર્ટલની મદદથી ૧૯ લાખથી વધુ કિંમતના ૧૮૦ ગુમ થયેલા મોબાઇલ ફોન કરાયા હસ્તગત
Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Exit mobile version