ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 1 ઑક્ટોબર, 2021
શુક્રવાર
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ ઉપર ૧૦૦ કરોડની વસૂલીનો આરોપ છે. આ પ્રકરણે CBI તપાસ કરી રહી છે. એમાં CBIએ અનેક અધિકારીઓના જવાબ નોંધ્યા છે. તપાસના એક ભાગ તરીકે હજી બે સાક્ષીઓના જવાબ નોંધાયા નથી. આ બે સાક્ષીઓ રાજ્યના મુખ્ય સચિવ સીતારામ કુંટે અને પોલીસ મહાસંચાલક સંજય પાંડે છે.
CBIએ સીતારામ કુંટે અને સંજય પાંડેને સમન્સ મોકલ્યા હતા. CBIએ આ બાબતે અધિકૃત માહિતી રજૂ નથી કરી, પરંતુ બન્નેને ક્યારે અને કેટલા વાગ્યા સુધી તપાસ માટે બોલાવાશે એની સવિસ્તર માહિતી આપવામાં આવશે. જોકે સીતારામ કુંટે અને સંજય પાંડેએ CBI કાર્યાલયમાં જવાનું નકારી દીધું છે. આ પહેલાં બન્ને અધિકારીઓએ વીડિયો કૉન્ફરન્સ દ્વારા CBI સાથે ચર્ચા કરી હતી. CBIએ જવાબ નોંધવાનું આવશ્યક હોવાથી બંને અધિકારીઓને કાર્યાલયમાં આવવાની વિનંતી કરી છે.