News Continuous Bureau | Mumbai
મસ્જિદ(Mosque) પરના ભુંગળા(Loudspeaker)ને હટાવવાની માંગણી કરનારા એમએનએસ(MNS) ના અધ્યક્ષ રાજ ઠાકરે(Chief Raj Thackeray)ને સુરક્ષા પૂરી પાડવાને મુદ્દે હવે કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકાર (Central Govt-MVA Govt)સામ-સામે થઈ ગઈ છે.
કેન્દ્ર સરકાર દ્વારા સુરક્ષા પ્રદાન કરવી એ રાજ્ય સરકાર(state govt)ની સત્તા પર અતિક્રમણ છે એવી નારાજગી રાજ્યના ગૃહ પ્રધાન દિલીપ વળસે પાટીલે(State Home Minister Dilip Walse Patil) વ્યક્ત કરતા કહ્યું હતું કે રાજ્ય સરકાર નિયમો અનુસાર સુરક્ષા પૂરી પાડે છે, તે કોઈ રાજકીય નિર્ણય નથી હોતો..
આ સમાચાર પણ વાંચો : લ્યો કરો વાત. મહારાષ્ટ્ર પોલીસે દિલ્હી ભાજપના પ્રવક્તાને ટ્વીટ કરવા બદલ નોટિસ પાઠવી. પ્રવક્તાએ મહારાષ્ટ્ર પોલીસ પર ઉઠાવ્યા સવાલ. જાણો વિગતે
એમએનએસ પ્રમુખ રાજ ઠાકરે(MNS Chief Raj Thackeray)ને કેન્દ્ર સરકાર(Central govt) તરફથી સુરક્ષા પૂરી પાડવાની જાહેરાત કરવામાં આવી છે. અગાઉ અમરાવતીના સાંસદ નવનીત કૌર રાણા(Amravati MP Navneet Rana)ને પણ કેન્દ્ર તરફથી Y-પ્લસ સુરક્ષા(Y+ Security) મળી હતી. આ બાબતે દિલીપ વળસે પાટીલે(Dilip Walse-Patil) કહ્યું હતું કે, "કેટલાક લોકોને કેન્દ્ર દ્વારા રક્ષણ પૂરું પાડવામાં આવ્યું છે આવું કરીને રાજ્યની સાર્વભૌમત્વને છીનવી લેવામાં આવી છે. આ રાજ્યના અધિકારો પર અતિક્રમણ છે. રાજ્યના તમામ નાગરિકોને સુરક્ષા પૂરી પાડવા સરકાર સક્ષમ છે. પરંતુ ઠીક છે કેન્દ્ર સુરક્ષા પૂરી પાડી શકે છે. કેન્દ્રનો તે અધિકાર છે. હવે તે સુરક્ષાનો ઉપયોગ કેવી રીતે કરવો તે તેમણે નક્કી કરવાનું છે."
રાજ ઠાકરેની સુરક્ષા વધારવા માટે રાજ્ય સરકારને પત્ર લખવામાં આવ્યો હતો, પરંતુ તેમણે સુરક્ષા નહીં વધારતા કેન્દ્રને પત્ર લખવામાં આવ્યો હતો એવું MNS નેતા બાલા નંદગાંવકરે(Bala Nandgaonkar) કહ્યું હતું. એ બાબતે દિલીપ વળસે પાટીલે કહ્યું કે, "તેમની સમક્ષ તમામ પસંદગીઓ ખુલ્લી છે. જો રાજ્યને પત્ર લખવામાં આવ્યો હશે તો તેના પર યોગ્ય સમયે પ્રક્રિયા કરવામાં આવશે અને યોગ્ય નિર્ણય લેવામાં આવશે. કોઈને સુરક્ષા પ્રદાન કરવાની એક પ્રક્રિયા હોય છે. મુખ્ય સચિવના સ્તરે એક સમિતિ છે. તેમાં પોલીસ અધિકારીઓ, ગુપ્તચર અધિકારીઓ હોય છે. જો કોઈ જોખમ હોય તો, તેઓ તેના પર ચર્ચા બાદ નિર્ણય લેવામાં આવે છે. રાજકીય સ્તરે કોઈ નિર્ણય લેવાતા નથી.