News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રમાં દિવસેને દિવસે રાજકીય વાતાવરણ(Political environment) વધુ ગરમાઈ રહ્યું છે. શિવસેનામાં(Shiv Sena) બળવો કરી ભાજપની(BJP) મદદથી મુખ્ય પ્રધાન(Chief Minister) બનેલા એકનાથ શિંદે(Eknath Shinde) દ્વારા ઔરંગાબાદમાં(Aurangabad) ગઈકાલે અનાવરણ કરાયેલ છત્રપતિ શિવાજી મહારાજના પુતળાનું(Statue of Chhatrapati Shivaji Maharaj) આજે રાષ્ટ્રવાદી કોંગ્રેસએ(NCP) શુદ્ધિકરણ કર્યું છે.
ઔરંગાબાદમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર મરાઠવાડા(Dr. Babasaheb Ambedkar ) યુનિવર્સિટીમાં(Marathwada University) છત્રપતિ શિવાજી મહારાજની અશ્વારોહણ પ્રતિમા બનાવવામાં આવી છે. ગઈકાલે શિંદે દ્વારા પ્રતિમાનું અનાવરણ (Unveiling) કરવામાં આવ્યું હતું, ત્યારબાદ આજે રાષ્ટ્રવાદી યુવા કોંગ્રેસ(Nationalist Youth Congress) તરફથી પ્રતિમાનું શુદ્ધિકરણ કરવામાં આવ્યું હતું..
ગદ્દાર મુખ્યમંત્રી દ્વારા પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હોવાની નારેબાજી NCP યુથ કોંગ્રેસના કાર્યકરોએ કરી હતી. ત્યાર બાદ NCPએ દાવો કર્યો હતો કે પ્રતિમાને દૂધનો અભિષેક કરીને તેને શુદ્ધ કરવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો : મુંબઈ બાદ હવે હૈદરાબાદમાં અમિત શાહની સુરક્ષામાં ચૂક- TRS નેતાએ કાફલાને રોકવાનો કર્યો પ્રયાસ- જુઓ વિડીયો
છત્રપતિ શિવાજી મહારાજની અશ્વારોહણ પ્રતિમા ડૉ. બાબાસાહેબ આંબેડકરનું ગઈકાલે મરાઠવાડા યુનિવર્સિટીના પરિસરમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે દ્વારા અનાવરણ કરવામાં આવ્યું હતું. અગાઉ આ સમારોહના આમંત્રણ પત્રિકામાં વિરોધ પક્ષના નેતા અંબાદાસ દાનવે અને અન્ય ઘણા નેતાઓના નામ ન હોવાથી વિદ્યાર્થી સંઘ આક્રમક બન્યું હોવાનું જોવા મળ્યું હતું.
બહુપ્રતિક્ષિત પ્રતિમાના અનાવરણ માટેના આમંત્રણ કાર્ડને(Invitation card) લઈને વિવાદ શરૂ થયો છે. કેન્દ્રીય રેલ્વે રાજ્ય મંત્રી (Union Minister of State for Railways) રાવસાહેબ દાનવે(Rao Saheb Danve,), કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી ડૉ. ભગવત કરાડ(Union Minister of State for Finance Dr. Bhagwat Karad), રોહ્યો મંત્રી સંદિપન ભુમરે(Minister Sandipan Bhumre), મંત્રી અબ્દુલ સત્તાર(Minister Abdul Sattar), ઉદય સામંત(Uday Samant), અતુલ સેવની અગ્રણી હાજરી તરીકે ઉલ્લેખ છે. જોકે, વિધાન પરિષદના(Legislative Council) વિરોધ પક્ષના નેતા અંબાદાસ દાનવેનું નામ પેપરમાં નહોતું. આ ઉપરાંત વિદ્યાર્થી સંગઠનોને પણ આમંત્રણ કાર્ડ આપવામાં આવ્યા ન હોવાના કારણે વિવાદ સર્જાયો હતો.