Site icon News Continuous Bureau | Mumbai

Chhattisgarh: પત્ની સાથે શારીરિક સંબંધ બાંધવા બદલ આ બિઝનેસમેન પર ચાલ્યો કેસ… ફાસ્ટ ટ્રેક કોર્ટે ફટકારી નવ વર્ષની સજા.. જાણો સંપુર્ણ મુદ્દો વિગતે..

Chhattisgarh: છત્તીસગઢના દુર્ગમાં પત્ની સાથે અકુદરતી સેક્સ કરનાર પતિને 9 વર્ષની જેલ થઈ છે. આ કેસમાં આરોપીના માતા-પિતા અને તેની બહેનને પણ દોષી ઠેરવવામાં આવ્યા છે અને તેમને સજા કરવામાં આવી છે…

Chhattisgarh Having unnatural sex with his wife cost this businessman dearly... The court sentenced him to nine years..

Chhattisgarh Having unnatural sex with his wife cost this businessman dearly... The court sentenced him to nine years..

News Continuous Bureau | Mumbai

Chhattisgarh: છત્તીસગઢ ( Chattisgarh ) ના દુર્ગ ( Durg ) માં પત્ની સાથે અકુદરતી સેક્સ ( Unnatural Sex ) કરનાર પતિને ( Husband )  9 વર્ષની જેલ થઈ છે. આ કેસમાં આરોપીના માતા-પિતા અને તેની બહેનને પણ દોષી ઠેરવવામાં આવ્યા છે અને તેમને સજા કરવામાં  આવી છે. ફાસ્ટ ટ્રેક કોર્ટ ( Fast Track Court ) માં 7 વર્ષથી ચાલી રહેલા કેસની સુનાવણી બાદ આ નિર્ણય આવ્યો છે. 

Join Our WhatsApp Channel

મળતી માહિતી મુજબ, વૈશાલી નગર વિધાનસભાના નહેરુ નગરમાં રહેતા બિઝનેસમેન ( businessman ) નિમિષ અગ્રવાલ (42)ના લગ્ન 2007માં થયા હતા. લગ્નના થોડા દિવસો બાદ જ બિઝનેસમેન નિમિષ તેની પત્નીને દહેજ ( dowry ) માટે હેરાન કરવા લાગ્યો હતો. આટલું જ નહીં, વેપારીએ તેની પત્નીને અકુદરતી સેક્સ કરવા માટે પણ દબાણ કર્યું. દરમિયાન, પતિની હેરાનગતિથી કંટાળીને પત્નીએ 2016માં સાસરિયાં છોડીને મામાના ઘરે રહેવા લાગી હતી.

થોડા સમય પછી, પીડિતાએ એક છોકરીને જન્મ આપ્યો અને કોર્ટનો સંપર્ક કર્યો હતો. આ કેસમાં પુરાવા અને નિવેદનોના આધારે, દુર્ગ જિલ્લાની ફાસ્ટ ટ્રેક કોર્ટે આરોપી નિમિશ અગ્રવાલને કલમ 377  માટે દોષિત ઠેરવ્યો અને તેને 9 વર્ષની સખત કેદ અને 10,000 રૂપિયાના દંડની સજા ફટકારી હતી.

1 વર્ષની સખત કેદ અને 1000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો…

આ ઉપરાંત 1 વર્ષની સખત કેદ અને 1000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. કોર્ટે પીડિતાના સસરા સુનીલ અગ્રવાલ (72) અને સાસુ રેખા અગ્રવાલ (68)ને પણ કલમ 323માં દોષિત ઠેરવ્યા છે અને તેમને 10 મહિનાની જેલ અને 1,000 રૂપિયાના દંડની સજા ફટકારી છે. આ સિવાય દોષિતની બહેન નેહા અગ્રવાલ 46ને પણ 6 મહિનાની જેલ અને 1000 રૂપિયાના દંડની સજા ફટકારવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો :  Kamaal r khan: કમાલ આર ખાન ની મુંબઈ એરપોર્ટ પર થઇ ધરપકડ, ટ્વીટ કરી ને લીધું બોલિવૂડ ના આ સુપરસ્ટાર અભિનેતા નું નામ

સજાની જાહેરાત થતાની સાથે જ નિમિષ અગ્રવાલની દુર્ગ કોતવાલી પોલીસ સ્ટેશને ધરપકડ કરી હતી અને જિલ્લા હોસ્પિટલમાં તેનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું. આ પછી તેને સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યો હતો, જ્યાં નિમિષની તબિયત બગડતાં તેને સરકારી દુર્ગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.

પતિને સજા મેળવનાર પત્નીએ જણાવ્યું કે તેના લગ્ન 2007માં નહેરુ નગરના રહેવાસી નિમિષ સાથે થયા હતા. નિમિષ હંમેશા તેના પર લગ્ન બાદ દહેજ લાવવા માટે દબાણ કરતો હતો. શારીરિક માનસિક ત્રાસ પણ આપતો હતો. તેણે તેની સાથે અકુદરતી સંબંધો બાંધવા પર પણ દબાણ કર્યું હતું.

Palghar Woman Murder And Robbery Case પાલઘરમાં મહિલાની હત્યા અને સનસનીખેજ લૂંટ કેસમાં બે આરોપી ઝડપાયા પોલીસે ₹૯૦,૦૦૦ નો ચોરાયેલો મુદ્દામાલ કર્યો જપ્ત
Shinde Shiv Sena Massive Donations ૧ વર્ષમાં એકનાથ શિંદેને ઉદ્ધવ અને રાજ ઠાકરે કરતાં ૧૦૦ ગણું વધુ દાન મળ્યું ચૂંટણી પંચના રિપોર્ટમાં ચોંકાવનારો ઘટસ્ફોટ
Chhattisgarh Blood Red Sky Phenomenon છત્તીસગઢમાં અદભુત નજારો સૂર્યાસ્ત સમયે આખું આકાશ લોહી જેવું લાલ! જુઓ વિડીયો
Mumbai Ahmedabad Bullet Train Completion Target મુંબઈઅમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ૨૦૨૭ ના અંત સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય જમીનથી ૧૦૦ ફૂટ નીચે અદ્યતન સ્ટેશન અને અંડરવોટર ટનલ તૈયાર
Exit mobile version