News Continuous Bureau | Mumbai
CM Bhupendra Patel : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજી ( Ambaji ) ખાતે જગત જનની મા અંબા ના દર્શન અને પૂજા- અર્ચના કરી માઈભક્તોને તેમના ઘેર બેઠા પ્રસાદ ( Prasad ) ઓનલાઇન મળી રહે એ માટે ફુલ ફિલમેન્ટ સેન્ટર ( Fulfillment Center ) સેવાની શરૂઆત કરાવી હતી.
રાજ્યના દૂર દૂરના વિસ્તારમાં તેમજ દેશ-વિદેશમાં રહેતા માઈભક્તોને પ્રસાદ ઘેર બેઠા મળી રહે તે માટે આ ઓનલાઈન સેવા ( Online service ) શરૂ કરાઇ છે. આ સેવાથી પ્રસાદનો ઓનલાઈન ઓર્ડર આપ્યા પછી માત્ર સાતથી દશ દિવસમાં પ્રસાદ ભાવિક ભક્તોના ( Devotees ) ઘરે મળી રહેશે.
લાખો શ્રદ્ધાળુઓના આસ્થાકેન્દ્ર શક્તિપીઠ અંબાજી ખાતે દર્શન-પૂજન કરીને ધન્યતા અનુભવી. માતાજીના ચરણોમાં ગુજરાતના લોકોના સુખ, શાંતિ અને સમૃદ્ધિ, તેમજ વિકસિત ભારત – વિકસિત ગુજરાતના નિર્માણ માટે પ્રાર્થના કરી.
અંબાજી મંદિરનો પ્રસાદ માઈભક્તોને ઓનલાઇન તેમના ઘેર બેઠા મળી રહે એ માટે… pic.twitter.com/dYyLhDUam4
— Bhupendra Patel (@Bhupendrapbjp) February 10, 2024
આ સેવામાં પ્રસાદનો ઓર્ડર આપનાર માઈભક્તો તેનું સ્ટેટસ પણ જાણી શકશે.અત્રે ઉલ્લેખનીય છે કે આ ઓનલાઇન સેવા કરનાર એજન્સી પ્રસાદનું પેકિંગ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી કરશે. જેનાથી પર્યાવરણના જતન સાથે રક્ષણ પણ થશે. આમ ભાવિક ભક્તોને ઘર સુધી પ્રસાદ પહોંચાડવાનું અંબાજી ટેમ્પલ દ્વારા આયોજન કરાયું છે.
આ સમાચાર પણ વાંચો : Pakistan Election Results 2024: પાકિસ્તાનમાં મતગણતરી વચ્ચે હવે ફરી થશે ચૂંટણી! ચૂંટણી પંચે મતગણતરી દરમિયાન ભારે હોબાળો વચ્ચે લીધો આ મોટો નિર્ણય..
આ પ્રસંગે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ( Devasthan Trust ) ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી વરૂણકુમાર બરનવાલ, પ્રાંત અધિકારી સુશ્રી સિદ્ધિ વર્મા સહિત અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.