News Continuous Bureau | Mumbai
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એન. વી. રમન્ના પહેલી વખત ગુજરાત આવ્યા હતા. અહીં તેમણે પરિવાર સાથે પ્રથમ આદિ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કર્યા. શ્રી સોમનાથ મહાદેવને મહાપુજા સામગ્રી અર્પણ કરી. ગંગાજળ અભિષેક કર્યો હતો.
સાથે જ સોમનાથ મહાદેવની મહાપુજા પણ કરી હતી. આ પ્રસંગે તેઓનું સ્વાગત સન્માન ટ્રસ્ટી પ્રવિણભાઈ લહેરી, સેક્રેટરી યોગેન્દ્રભાઈ દેસાઈએ કર્યું હતું.
જનરલ મેનેજર સોમનાથ ટ્રસ્ટ રામનવમીના પવિત્ર દિવસે શ્રી રામ મંદિરે પૂજા કરી નામદાર સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડીયાના ચીફ જસ્ટીસ એન.વી.રમન્ના ધન્ય બન્યા હતાં.
સાથે જ આ પ્રસંગે શ્રી રામ મંદિર ખાતે રામ જન્મોત્સવના યોજાયેલ આરતીમાં ભક્તો સાથે ટ્રસ્ટીશ્રી પ્રવિણભાઈ લહેરી, સેક્રેટરી યોગેન્દ્રભાઈ દેસાઈ વગેરે જોડાયા હતા. આ દરમિયાન હરિહર ભૂમિમાં રામ ચંદ્ર ભગવાનનો જય નાદ ગુંજી ઉઠ્યો હતો.