Site icon

 Mumbai News : ઉત્તર મુંબઈના આ ધારાસભ્ય પરથી કૌભાંડનો કેસ ખસી ગયો. મળી મોટી રાહત 

  પ્રવીણ દરેકર ભારતીય જનતા પાર્ટી તરફથી વિધાન પરિષદના સભ્ય છે. આ પહેલા તેઓ ઉપલા ગૃહમાં વિપક્ષના નેતા હતા.

pravin darekar get clean chit in bank scam case

ઉત્તર મુંબઈના આ ધારાસભ્ય પરથી કૌભાંડનો કેસ ખસી ગયો. મળી મોટી રાહત.

News Continuous Bureau | Mumbai

 મુંબઈ પોલીસે રૂપિયા 123 કરોડના કથિત મુંબઈ બેંક કૌભાંડમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા પ્રવીણ દરેકર (Praveen Darekar)  અને અન્ય ઓપરેટરોને ક્લીનચીટ Clean chit) આપી છે. મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગે કહ્યું છે કે આ તમામ સામે કોઈ પુરાવા મળ્યા નથી. પ્રવીણ દરેકર 2000 અને 2010માં મુંબઈ બેંકના ચેરમેન બન્યા હતા. ત્યારે તેઓ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)માં હતા.

Join Our WhatsApp Community

2015માં બીજેપી કાર્યકર વિવેકાનંદ ગુપ્તાએ પ્રવીણ દરેકર વિરુદ્ધ મુંબઈ બેંકમાં 123 કરોડ રૂપિયાના કૌભાંડનો કેસ નોંધાવ્યો હતો. ગુપ્તાએ ઠાકુર ગામ, કાંદિવલી, દામુનગર અને અંધેરી પૂર્વમાં આવેલી મુંબઈ બેંકની શાખાઓમાંથી ગેરકાયદે લોન લેવાનો પણ આક્ષેપ કર્યો હતો. ગુપ્તાની ફરિયાદ પર પ્રવીણ દરેકર, શિવાજી નલવડે, રાજા નલવડે અને અન્ય વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. આ પછી દારેકર ભાજપમાં જોડાયા હતા. આ કેસમાં દસ જેટલા મજૂર સંગઠનોને આરોપી બનાવવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Mumbai News : 6 ડિસેમ્બરે મુંબઈના આ વિસ્તારમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version