CM Bhupendra Patel: ઈઝ ઓફ લિવિંગ વધારવાનો ગુજરાત CM ભૂપેન્દ્ર પટેલનો પ્રશસ્ય અભિગમ, આ નગરો અને મહાનગરના વિકાસ કામોને માટે રૂ. ૨૫૪ કરોડ મંજૂરી.

CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના ૧૪ નગરો અને એક મહાનગરમાં બહુવિધ વિકાસ માટે ૨૫૪ કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપી. શહેરી જનજીવન સુખાકારી વૃદ્ધિ સાથે ઈઝ ઓફ લિવિંગ વધારવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પ્રશસ્ય અભિગમ. જસ દણ-હાલોલ-વિરમગામ-પારડી-પાટણ-વેરાવળ-બોટાદ-પોરબંદર-છાયા તેમજ ચોરવાડ-ટંકારા અને કરમસદ-ઉમરગામ-બિલીમોરા તથા વાઘોડિયા નગરપાલિકા-જૂનાગઢ મહાનગરપાલિકાને મળશે લાભ. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે, નગરોની આગવી ઓળખના કામો માટે રૂ. ૬૪.૯૩ કરોડ. ભૌતિક આંતર માળખાકીય સુવિધાઓના કામો માટે રૂ. ૧૨૬.૦૮ કરોડ . આઉટગ્રોથ વિસ્તાર વિકાસ અને ખાનગી સોસાયટી જનભાગીદારીના કામો માટે રૂ. ૫૯.૬૮ કરોડ. રાજ્યના વધતા શહેરીકરણના પડકારોને તકમાં પલટવા ગુજરાતની સ્થાપનાના સ્વર્ણિમ જયંતિ વર્ષ ૨૦૧૦થી શરૂ થયેલી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ૨૦૨૬-૨૭ સુધી લંબાવવામાં આવી છે

by Hiral Meria
CM Bhupendra Patel approved works worth 254 crore for multiple development in 14 towns and one mahanagars of Gujarat.

 News Continuous Bureau | Mumbai

CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો-મહાનગરોમાં વસવાટ કરતા નાગરિકોની સુખાકારીમાં વૃદ્ધિથી ઈઝ ઓફ લિવિંગ વધારવાના હેતુસર ૧૪ નગરો અને એક મહાનગરમાં બહુવિધ વિકાસ કામો માટે ૨૫૩.૯૪ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.  

ગુજરાતના વર્લ્ડ ક્લાસ ડેવલપમેન્ટના પરિણામે વધતા જતા વ્યાપાર-ઉદ્યોગોને કારણે તીવ્ર બનેલા શહેરીકરણના પડકારોને તકમાં પલટાવવા વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૦માં ગુજરાતની ( Gujarat ) સ્થાપનાના સ્વર્ણિમ જયંતિ વર્ષે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના શરૂ કરાવી હતી. આ યોજનાની ઉત્તરોત્તર સફળતાને પગલે તેને ૨૦૨૬-૨૭ સુધી ચાલુ રાખવામાં આવી છે.

નગરો-મહાનગરોમાં લોક સુવિધા-સુખાકારીના કામો માટે આ યોજના અંતર્ગત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને રકમ ફાળવવામાં આવે છે. તદઅનુસાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ( CM Bhupendra Patel ) સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી આ ૨૫૩.૯૪ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. 

તેમણે જસદણ નગરપાલિકાને ભાદર નદી પર રિવરફ્રન્ટના આગવી ઓળખના કામ માટે રૂ. ૬ કરોડ, હાલોલ નગરપાલિકામાં ટાઉનહોલ નિર્માણ માટે રૂ. ૧૦.૨૯ કરોડ અને વિરમગામ નગરપાલિકામાં રોડ વાઈડનીંગ અને નવીન ફોર્ટ વોલ માટે રૂ. ૮.૬૪ કરોડના કામોની મંજૂરી આપી છે. 

એટલું જ નહીં, જુનાગઢ મહાનગરપાલિકાને ( Municipalities ) સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ટાઉનહોલ તેમજ નરસિંહ વિદ્યા મંદિર બિલ્ડીંગ હેરિટેજના કામ માટે ૪૦ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. 

શહેરની આગવી ઓળખ ઉભી થાય તેવા કામોમાં હેરિટેજ અને પ્રવાસન, પ્રદર્શન હોલ, ટ્રાફિક સર્કલ આઇલેન્ડ્સ, વોટર બોડી લેન્ડ સ્કેપિંગ, રીવરફ્રન્ટ, લેક બ્યુટીફિકેશન, મ્યુઝિયમ, આઈકોનિક બ્રિજ વગેરે કામો તેમજ શહેરોની શોભામાં અભિવૃદ્ધિ કરતા આઇકોનિક કામોનો સમાવેશ થાય છે. 

મુખ્યમંત્રીએ ( Gujarat Government ) પારડી નગરપાલિકાને વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોર્મ વોટર ડ્રેનેજના કામો માટે રૂપિયા ૨૫.૨૯ કરોડ તથા પાટણ નગરપાલિકાને આ જ પ્રકારના કામો માટે રૂપિયા ૨૫.૫૨ કરોડ મંજૂર કર્યા છે. 

આ સમાચાર પણ વાંચો :  PM Modi Bihar : PM મોદી આજે લેશે બિહારની મુલાકાત, 12,100 કરોડની બહુવિધ વિકાસ યોજનાઓનું કરશે ઉદ્ઘાટન.

વેરાવળ-પાટણ નગરપાલિકાને સોમનાથ ટ્રસ્ટ એરીયા અને વેરાવળ પાટણના બાકી રહેતા વિસ્તારો માટે ભૂગર્ભ ગટર અને પાણી પુરવઠાના કામો માટે રૂ. ૨૬.૬૯ કરોડ મુખ્યમંત્રીશ્રીએ મંજૂર કર્યા છે.

આ ઉપરાંત તેમણે કરમસદ નગરપાલિકાને રૂ.૨૪.૫૪ કરોડ, ઉમરગામ નગરપાલિકાને રૂ.૧૪.૯૩ કરોડ તથા બિલીમોરા નગરપાલિકાને રૂ.૯.૧૧ કરોડ ભૂગર્ભ કરોડ યોજના માટે મંજૂર કર્યા છે. 

ભૌતિક આંતરમાળખાકિય સુવિધાના આ કામો અન્વયે  સમગ્રતયા કુલ રૂ. ૧૨૬.૦૮ કરોડના કામોને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે મંજૂરી આપવામાં આવી છે. 

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ( SJMMSVY ) અન્વયે ભૌતિક આંતરમાળખાકીય સુવિધાના કામોમાં પાણી પુરવઠા, ભૂગર્ભ ગટર વ્યવસ્થાપન, વોટર, ડ્રેનેજ કામો, જળસિંચનના કામો, સ્લમ વિસ્તારમાં પાયાની સુવિધાના કામો વગેરેનો સમાવેશ કરવામાં આવેલો છે. 

ભૂપેન્દ્ર પટેલે આઉટગ્રોથ વિસ્તાર વિકાસ કામો હેઠળ બોટાદ નગરપાલિકાને સી.સી. રોડ બનાવવાના ૬૦ કામો માટે રૂ. ૫.૯૪ કરોડ મંજૂર કર્યા છે. 

આ ઉપરાંત પોરબંદર-છાયા નગરપાલિકા ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનામાંથી પીવાના પાણીની પાઇપલાઇન, સી.સી. રોડ અને LED સ્ટ્રીટ લાઈટના કામો માટે રૂ. ૫૩.૬૮ લાખ મંજૂર કરવામાં આવ્યા છે.

ચોરવાડ નગરપાલિકા વિસ્તારમાંથી પસાર થતાં ૨.૧ કિ.મી. લંબાઇના NHAIના રોડના નવીનીકરણ માટે મુખ્યમંત્રી શહેરી સડક યોજના તહેત રૂ. ૨.૫૨ કરોડ ફાળવવામાં આવ્યા છે. આ સાથે ટંકારા અને વાઘોડિયા નગરપાલિકાને ચોમાસામાં વરસાદના કારણે નુક્શાન પામેલા રસ્તાઓના રિસર્ફેસીંગ-રીપેરીંગ માટે ૮૦ લાખ રૂપિયા મુખ્યમંત્રીશ્રીએ મંજુર કર્યા છે.

આ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં ૨૦૧૦થી અત્યાર સુધીમાં ૬૧,૯૭૭ કરોડ રૂપિયાનું બજેટ પ્રાવધાન થયેલું છે.

આ બજેટ પ્રાવધાન અન્વયે રાજ્યની મહાનગરપાલિકા-નગરપાલિકાઓને આંતરમાળખાકીય વિકાસના ૬૭,૩૬૦ કામો મંજૂર કરીને રૂ. ૩૨,૬૪૭ કરોડ ગ્રાન્ટ ચૂકવવામાં આવી છે .

મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત મહાનગરો-નગરો મળી કુલ ૬૪૬૨ કામો માટે રૂ. ૩૧૧૦.૩૨ કરોડ રૂપિયાની ગ્રાન્ટ રાજ્ય સરકારે આપી છે.

આ ઉપરાંત આઉટગ્રોથ વિસ્તારના ૧૨૧૪ કામો માટે રૂ. ૧૮૮૭.૫૬ કરોડ ચૂકવવામાં આવેલા છે.

એટલું જ નહીં, આગવી ઓળખના ૨૦૧ કામો માટે રૂ. ૧૫૯૧.૧૧ કરોડની ગ્રાન્ટ મુખ્યમંત્રીશ્રીએ મંજૂર કરી છે .

નગરો ,મહાનગરોમાં ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનાના ૪૩,૮૦૪ કામોને મંજૂરી આપીને રૂ. ૨૪૩૧.૫૧ કરોડની ગ્રાન્ટ આવા લોકહિત કામો માટે રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : Pankaj Advani PM Modi: પંકજ અડવાણીએ વર્લ્ડ બિલિયર્ડ્સ ચેમ્પિયન 2024નું જીત્યું ટાઇટલ, PM મોદીએ તેમની આ સિદ્ધિની કરી પ્રશંસા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More