News Continuous Bureau | Mumbai
Laxminarayan Dev Bicentenary Festival: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરના આસ્થા શ્રદ્ધાના કેન્દ્રોના નવનિર્માણ અને સાંસ્કૃતિક જાગરણનો નવો અધ્યાય શરૂ કર્યો છે. આપણા ધર્મ, આસ્થા અને સાંસ્કૃતિક ચેતનાના કેન્દ્રોના અનુરૂપ વિકાસનો એક નવા યુગનો તેમના નેતૃત્વમાં પ્રારંભ થયો છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આજે વડતાલના આંગણે મંગળ ઉત્સવ ઉજવાય રહ્યો છે, ત્યારે ધર્મ, સંસ્કાર અને સંસ્કૃતિના જતનનો વારસો વર્તમાન સમયના આધુનિક આયામો સાથે જોડીને પ્રસ્તુત કરવામાં આવ્યો છે. તે વડાપ્રધાનના ‘વિરાસત ભી, વિકાસ ભી’ના ધ્યેયને સાકાર કરે છે.
પવિત્ર તીર્થધામ વડતાલ ખાતે ઉજવાઇ રહેલા લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ( Bhupendra Patel ) સહભાગી થયા હતા. આ પાવન અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવની પાંચ રૂપિયાની ટપાલ ટિકિટનું વિમોચન કરવામાં આવ્યું હતું.
સૌ હરિભક્તોને ( Laxminarayan Dev Bicentenary Festival ) નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ચરોતરની આ પાવન ભૂમિ પર ૨૦૦ વર્ષ પૂર્વે ભગવાન સ્વામિનારાયણના હસ્તે શ્રી લક્ષ્મીનારાયણ દેવ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ મહોત્સવ આટલો ભવ્ય છે, જ્યારે ભગવાન સ્વામિનારાયણે આ ભૂમિ પર શ્રી લક્ષ્મી નારાયણ મંદિરની સ્થાપના કરી હશે તે સમય કેટલો દિવ્ય હશે , તેની આપણને અનુભૂતિ થાય છે. આ ઉત્સવ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા માટે વિકસિત ગુજરાત માટે સંકલ્પબદ્ધ થવાની પ્રેરણા પૂરી પાડે છે.
નવું વર્ષ એટલે નવા સંકલ્પોનો અવસર એમ કહી મુખ્યમંત્રી એ વિક્રમ સંવત ૨૦૮૧નું નવું વર્ષ સ્વામિનારાયણ સંપ્રદાયના સૌ હરિભક્તો માટે ઉમંગનો મહોત્સવ લઈને આવ્યું છે, તેમ જણાવ્યું હતું. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત ( Gujarat ) બનાવવાનો એક નવો સંકલ્પ આ પાવન ભૂમિ પરથી લેવા માટે તેમણે સૌ હરિભક્તોને આહ્વાન કર્યું હતું.
સ્વામિનારાયણ મંદિર – વડતાલ ધામના આંગણે શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં પૂજ્ય આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ અને પૂજ્ય શ્રી દ્વારકેશલાલજી મહારાજ સહિત સંતો અને હરિભક્તોની ઉપસ્થિતિમાં સહભાગી થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
ભક્તિ, આસ્થા, સંસ્કૃતિ અને સાંસ્કૃતિક ચેતનાનો… pic.twitter.com/ISD0cCi08R
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 9, 2024
આ ભવ્ય મહોત્સવમાં સહભાગી થવાની તક મળી તેને પોતાનું સૌભાગ્ય ગણાવ્યું હતું. મુખ્યમંત્રીએ ભગવાન સ્વામિનારાયણ ( Swaminarayan ) રચિત શિક્ષાપત્રીને અનુસરવા હરિભક્તોને અનુરોધ કર્યો હતો. કર્તવ્યનિષ્ઠાથી આપણે આપણા કાર્ય અને ફરજને પરિપૂર્ણ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ, તેમ જણાવી તેમણે કહ્યું હતું કે, ધર્મ સેવાનો લાભ મળે એ જ કેન્દ્રમાં હોવું જોઈએ.
આ સમાચાર પણ વાંચો: Baba Siddique Murder : NCP નેતા બાબા સિદ્દીકી હત્યા કેસમાં સામે આવ્યું નક્સલ કનેક્શન, આ રાજયના નક્સલ પ્રભાવિત વિસ્તાર કરી હતી પ્રેક્ટિસ; જાણો શું હતો ‘પ્લાન બી’
રાષ્ટ્રહિત પ્રથમ અને સમાજ કલ્યાણની તમન્ના સાથે હરિભક્તો વિકસિત ભારતનો સંકલ્પ પૂર્ણ કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આપણે જ્યારે વૈશ્વિક સ્પર્ધામાં છીએ, ત્યારે સ્વચ્છતાને સ્વભાવ અને સંસ્કાર બનાવીને વિકાસ યાત્રામાં સતત યોગદાન આપવા તેમણે અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે સંસ્થાના આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજે આર્શીવચન પાઠવતા જણાવ્યું હતું કે, લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ લાખો હરિભક્તોની ( Hari bhakta ) સેવા અને સમર્પણ ભાવ વ્યક્ત કરે છે. હરિભક્તોએ સંપ્રદાયની નાનામાં નાની સેવા કરી અદભૂત ભાવ વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર પ્રજાહિતના કાર્યો કરી રહી છે. મુખ્યમંત્રીને પ્રજાવત્સલના વધુ કાર્યો કરવાની પ્રેરણા આપે અને સૌનું મંગળ થાય તેવા શુભાષિશ તેમણે પાઠવ્યા હતા.
દ્વિશતાબ્દી અવસરે સંતોના સમાગમ અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરીને ધન્યતા અનુભવી.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આસ્થાના કેન્દ્રોના નવયુગનો પ્રારંભ કરી ‘વિકાસ ભી, વિરાસત ભી’નો મંત્ર આપ્યો છે. વડતાલ ધામની વિરાસત અદભુત છે. દ્વિશતાબ્દી અવસરે આ વિરાસતને ઉજાગર કરતી પોસ્ટલ… pic.twitter.com/kYUyMfaVwj
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 9, 2024
આ પ્રસંગે ૧૦૦૮ વલ્લભકુળ ભૂષણ શ્રી દ્વારકેશલાલજી મહારાજે આર્શીવચન પાઠવ્યા હતા.
સત્સંગ મહાસભાના પ્રમુખ શ્રી નૌતમ સ્વામીએ વડતાલ મંદિર દ્વારા કરવામાં આવતા સામાજિક સેવા કાર્યોની વિસ્તૃત જાણકારી આપતા જણાવ્યું હતું કે, વડતાલ હોસ્પિટલમાં અંદાજે રૂ.૧૦૦ કરોડના ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવ્યા છે. ગુજરાતની ઉન્નતિ થાય અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાતની જનતાની નારાયણ બની સેવા કરે એવા આશીર્વચન પાઠવ્યા હતા.
આ પ્રસંગે સાંસદ શ્રી દેવુંસિંહ ચૌહાણ, ધારાસભ્યો સર્વશ્રી પંકજ દેસાઈ, સંજયસિંહ મહીડા,કલ્પેશ પરમાર, રાજેશ ઝાલા, સંત સર્વશ્રી નિત્યસ્પરૂપ સ્વામી, શ્રી જ્ઞાનજીવન સ્વામી તેમજ સંતો, મહંતો સહિત દેશ વિદેશના હરિભક્તો,રાજકીય અને સામાજિક અગ્રણીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી સ્વામિનારાયણ મંદિર, વડતાલધામ આયોજિત શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં ઉપસ્થિતિ. સ્થળ : શ્રી સ્વામિનારાયણ મંદિર, વડતાલ, તા.નડીયાદ, જિ.ખેડા https://t.co/X0QBEtoGjF
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 9, 2024
આ સમાચાર પણ વાંચો: Surat Coaching Assistance Scheme : સુરતમાં આ વિદ્યાર્થીઓને મળશે કોચિંગ સહાય યોજનાનો લાભ, ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર કરી શકશે ઓનલાઈન અરજી.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)