News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર વિધાનસભા(Maharashtra Assembly)ના ચોમાસુ સત્ર(Monsoon Session)નો આજે બીજો દિવસ છે. બીજા દિવસના કામકાજ દરમિયાન મુખ્યમંત્રી એકનાથ શિંદે(CM Eknath Shinde) ગોવિંદા (દહીહાંડી 2022) માટે એક મોટી જાહેરાત કરી છે. મહારાષ્ટ્રમાં હવે ધાર્મિક તહેવાર દહીહાંડી(Dahi Handi 2022)ને હવે રમતનો દરજ્જો મળશે. આ મુજબ આવતા વર્ષથી 'પ્રો કબડ્ડી'ની જેમ 'પ્રો દહીહાંડી'ની સ્પર્ધા યોજાશે. આ સાથે જ ગોવિંદા(Govinda) ને રાજ્ય સરકાર દ્વારા નોકરીઓમાં ખેલાડીઓને આપવામાં આવતી પાંચ ટકા અનામત(Reservation)નો લાભ પણ મળશે.
મુખ્યમંત્રી શિંદેએ એમ પણ કહ્યું કે રાજ્ય સરકારે દહીંહાંડી ઉત્સવમાં ગોવિંદા(Govinda)ને વીમા કવચ આપવાનો નિર્ણય કર્યો છે. દહીહાંડી ઉત્સવ દરમિયાન જો કોઈ ગોવિંદાનું મૃત્યુ થાય તો 10 લાખ રૂપિયા અને ગંભીર રીતે ઘાયલ થયેલા ગોવિંદાને 7 લાખ 50 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે. આ ઉપરાંત જે ગોવિંદાને હાથ પગમાં ગંભીર ઇજા થશે તેમને 5 લાખ રૂપિયા આપવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : મોટી ચિંતા ટળી- રાયગઢના દરિયા કિનારે ઘાતક હથિયારોથી ભરેલી બોટ મામલે મહારાષ્ટ્રના ડેપ્યુટી CMએ કર્યો આ મોટો ખુલાસો