હેં- સંજય રાઉતની ધરપકડ થઈ-એટલે સવારે  8 વાગ્યાનું ભુંગળુ બંધ થયુ-એકનાથ શિંદેની રમુજી પ્રતિક્રિયા-પણ ઈડી સંદર્ભમાં આ મોટું નિવેદન આપ્યું

News Continuous Bureau | Mumbai

શિવસેનાના નેતા(Shiv Sena Leader) સંજય રાઉતની(Sanjay Raut) રવિવારે મોડી રાતે ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેમની ધરપકડ બાદ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ(Chief Minister Eknath Shinde) ઔરંગાબાદમાં(Aurangabad) રવિવારે રાત્રે એક જાહેર સભામાં સંજય રાઉતની ધરપકડ પર રમુજી પ્રતિક્રિયા(Funny reaction) આપતા કહ્યું હતું કે હવે સવારના 8 વાગે વાગનારું ભુંગળુ બંધ થઈ ગયું છે.

ઔરંગાબાદ એક જાહેર સભામાં શિંદેએ સંજય રાઉતની ધરપકડ બાદ પોતાની રમુજી પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે અરે ભૂંગળું બરાબર કરો…. શું તમે મને સાંભળી શકો છો? હવે કોઈ અવાજ નહીં આવે. સવારે 8 વાગે વાગનારું  ભૂંગળું હવે બંધ થઈ ગઈ છે. ભૂંગળું અંદર જતું રહ્યું છે. 

આ સમાચાર પણ વાંચો : ધરપકડ પહેલા સંજય રાઉતનો ભાવનાત્મક ફોટોગ્રાફ સામે આવ્યો- પોતાની માં ને વળગી પડ્યા- જુઓ વિડીયો

અહીં ઉલ્લેખનીય છે કે શિવસેનાના સાંસદ(MP) અને પ્રવક્તા સંજય રાઉત દરરોજ સવારના શિંદે ગ્રુપ પર ભાજપ(BJP) પર કટાક્ષ કરતી ટ્વીટ કરતા હતા. તેને ઉલ્લેખ કરીને શિંદેએ સંજય રાઉતની ધરપકડ બાદ આવી પ્રતિક્રિયા આપી હોવાનું કહેવાય છે.

આ દરમિયાન સંજય રાઉતની ધરપકડની કાર્યવાહીને તેમના પરિવારે બદલાની કાર્યવાહી ગણાવી હતી. ભાજપ સંજય રાઉતથી ડરે છે તેથી તેમની ધરપકડ કરવામાં આવી છે. ED એ સ્પષ્ટતા કરી નથી કે કયા કેસમાં ધરપકડ કરવામાં આવી છે એવી ટીકા સંજય રાઉતના ભાઈ અને ધારાસભ્ય સુનીલ રાઉતે કરી હતી.
 

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *