દિલ્હી વિધાનસભામાં LGના અભિભાષણ પર ચર્ચા દરમિયાન મુખ્યમંત્રી કેજરીવાલે પોતાને હનુમાનના ભક્ત ગણાવતા જાહેરાત કરી છે કે, જ્યારે આ મંદિર બની જશે ત્યારે તેઓ દિલ્હીના તમામ વડિલો(વૃદ્ધો)ને ફ્રીમાં અયોધ્યામાં રામમંદિરના દર્શન કરાવવા લઈ જશે.
આ દરમિયાન કેજરીવાલે કહ્યું કે,અમે જનતાની સેવા માટે રામરાજ્યની સંકલ્પનાથી પ્રેરિત થઈને 10 સિદ્ધાંતોનું પાલન કરતા આવ્યા છીએ.
અમે જે સિદ્ધાંતોનું પાલન કરી રહ્યાં છીએ તેમાં ભોજન, આરોગ્ય, મહિલા સુરક્ષા, વૃદ્ધોને સમ્માન આપવું વગેરે સામેલ છે.