Station Mahotsav : ગાંધીધામ અને હિંમતનગર સ્ટેશન પર ‘સ્ટેશન મહોત્સવ’ નો શુભારંભ

Commencement of 'Station Mahotsav' at Gandhidham and Himmatnagar stations
Commencement of 'Station Mahotsav' at Gandhidham and Himmatnagar stations

News Continuous Bureau | Mumbai 

Station Mahotsav : પશ્ચિમ રેલવેના(Western Railway) અમદાવાદ(Ahmedabad) ડિવિઝનના ગાંધીધામ(Gandhidham) અને હિંમતનગર(Himmatnagar) રેલવે સ્ટેશન પર ‘સ્ટેશન મહોત્સવ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ બે દિવસીય સ્ટેશન મહોત્સવમાં વિવિધ કાર્યક્રમો દ્વારા ભારતીય રેલ નો ભવ્ય વારસો, ઈતિહાસ, લોક કલા અને સંસ્કૃતિના ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. સ્ટેશન પર રેલવેના ઈતિહાસનું ફોટો પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યું છે.વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ સ્ટેશન પર પ્રદર્શન નિહાળ્યું હતું જેમાં તેમને રેલવેના ઇતિહાસ વિશે રસપ્રદ માહિતી પ્રાપ્ત થઈ હતી.રેલવેના ગૌરવશાળી અતીતથી ગતિશીલ વર્તમાન સુધીની સફર પર બનેલી ટૂંકી ફિલ્મ(short film) પણ બતાવવામાં આવી હતી.તમામ કાર્યક્રમોની  રેલ્વે મુસાફરો અને પ્રતિષ્ઠિત નાગરિકો દ્વારા ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

Commencement of 'Station Mahotsav' at Gandhidham and Himmatnagar stations

હિંમતનગર રેલવે સ્ટેશન ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતની સંસ્કૃતિ અને લોક કલા પ્રદર્શિત કરવામાં આવી હતી. આ મહોત્સવ દરમિયાન આ બંને રેલવે સ્ટેશનોને રંગબેરંગી રોશનીથી પણ શણગારવામાં આવ્યા છે.માનનીય સાંસદ શ્રી દીપસિંહ રાઠોડ અને માનનીય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ ઝાલા હિંમતનગર સ્ટેશન ખાતે ‘સ્ટેશન મહોત્સવ’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા તેઓએ આ પ્રદર્શનની ખૂબ પ્રશંસા કરી હતી.આ દરમિયાન હિંમતનગર અને ગાંધીધામ સ્ટેશન પર  તમામ મુસાફરો અને સામાન્ય જનતા માટે ખાણી-પીણી, હસ્તકલા, પેન્ટીંગ, પક્ષીઘર, હસ્તશિલ્પ વગેરેના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે.આ મહોત્સવ દરમિયાન શાળાના બાળકો અને અન્ય મહાનુભાવોને સ્વચ્છતા અંગે ગાઈડ કરવામાં આવ્યા અને સિંગલ યુઝ પ્લાસ્ટિકને નિરુત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે કાપડની થેલીઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ  મહોત્સવ  માં દરેકનો હેલ્થ ચેકઅપ પણ કરવામાં આવે છે.

Commencement of 'Station Mahotsav' at Gandhidham and Himmatnagar stations

 

Commencement of 'Station Mahotsav' at Gandhidham and Himmatnagar stations

આ પ્રસંગે મહાનુભાવ અતિથિઓ ની સાથે ડિવિઝનના અધિકારીઓ અને કર્મચારીઓ, રેલવે પેન્શનર્સ એસોસિએશનના પ્રતિનિધિઓ અને મીડિયાના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા

આ સમાચાર પણ વાંચો : Flower Species in India: સાવધાન!! દેશમાં ફૂલની આટલી પ્રજાતિ નામશેષ થઈ જવાની અણી પર.. જાણો વિગતે અહીં…

By Akash Rajbhar

Akash Rajbhar, a proficient content aggregator, excels in curating and delivering diverse content to a wide-ranging audience.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!