News Continuous Bureau | Mumbai
Gujarat : છેલ્લા ઘણા સમયથી ભારત (India) માં હાર્ટ અટેક (Heart Attack) ના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે અને ખાસ કરીને આપણા ગુજરાત (Gujarat) માં હાર્ટ એટેકના ઘણા કેસો સામે આવી રહ્યા છે. અ બધાને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી (Health Minister) મનસુખ માંડવિયા (Mansukh Mandaviya) એ મોટું નિવેદન આપ્યું છે. ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ કોવિડ સમયગાળા દરમિયાન જે લોકો સંક્રમિત થયા હતા તેમને જરૂર કરતાં વધુ મહેનત ન કરવાની સલાહ આપી છે.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી ના ‘ખેલો ઈન્ડિયા’ અને ‘ફીટ ઇન્ડિયા’ના વિઝનને રેખાંકિત કરતા #SansadKhelMahotsav2023 અંતર્ગત સરદાર પટેલ રમત સંકુલ, ભાવનગર ખાતે આયોજિત જિલ્લા કક્ષાની સ્પર્ધામાં આજે અંતિમ દિવસે ઉપસ્થિત રહી, ખેલાડીઓના ઉત્સાહને બમણો કર્યો. pic.twitter.com/FCDEaAR29D
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) October 29, 2023
ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) ના અભ્યાસને ટાંકીને માંડવિયાએ જણાવ્યું હતું કે આવા લોકોએ ઓછામાં ઓછા બે વર્ષ સુધી વર્કઆઉટ કરવાનું અને દોડવાનું ટાળવું જોઈએ. ગુજરાતમાં હાર્ટ એટેકના કેસ સતત સામે આવી રહ્યા છે. યુપીના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગયા અઠવાડિયે તેમની મુલાકાત દરમિયાન કહ્યું હતું કે સરકારે હાર્ટ એટેકના કેસોનું વિશ્લેષણ કરવું જોઈએ. રાજ્યમાં નવરાત્રિ પર્વ દરમિયાન ગરબા દરમિયાન હાર્ટ એટેકના કારણે ઘણા લોકોના મૃત્યુ પણ નોંધાયા હતા.
આ સમાચાર પણ વાંચો : India vs England: ભારતીય ટીમનો જીતનો છગ્ગો, નવાબોના શહેરમાં અંગ્રેજોની હાર, ભારત સામે 100 રનથી હારતા ડિફેન્ડિંગ ચેમ્પિયન વર્લ્ડ કપમાંથી બહાર..
ગુજરાતમાં હાર્ટ એટેકના સૌથી વધુ કેસ સૌરાષ્ટ્રમાં નોંધાયા….
ભાવનગરમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું ‘ICMRએ વિગતવાર અભ્યાસ કર્યો છે, કોરોનાની ચપેટમાં આવેલ લોકોએ થોડા સમય માટે વધુ મહેનત કરવાનું ટાળવું જોઈએ. જે લોકો અગાઉ ગંભીર કોવિડ -19 સંક્રમિત થયા હતા તેઓએ હાર્ટ એટેકથી બચવા માટે એક કે બે વર્ષ સુધી વધુ પડતી શારીરક કસરત કે કામ ન કરવું જોઈએ.’
નોંધનીય છે કે તાજેતરમાં રાજ્યમાં હૃદય સંબંધિત સમસ્યાઓના કારણે કેટલાય લોકોના મોત થયા છે, જેમાં નવરાત્રીના તહેવાર દરમિયાન ‘ગરબા’ રમતા હાર્ટ અટેક આવવાની ઘણી ઘટનાઓનો સમાવેશ થાય છે. આ કેસો પ્રકાશમાં આવ્યા બાદ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ‘કાર્ડિયોલોજિસ્ટ’ સહિતના તબીબી નિષ્ણાતો સાથે બેઠક યોજી હતી.
પીએમ મોદીના મન કી બાત કાર્યક્રમમાં ભાગ લેવા માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ભાવનગર પહોંચ્યા હતા. હાર્ટ એટેકના વધતા જતા કેસ અંગે મીડિયાના પ્રશ્નના જવાબમાં મનસુખ માંડવિયાએ ICMR અભ્યાસનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે ICMRનો આ અભ્યાસ તદ્દન વિગતવાર છે. નોંધનીય છે કે ગુજરાતમાં હાર્ટ એટેકના સૌથી વધુ કેસ સૌરાષ્ટ્રમાં નોંધાયા છે.